________________
ક્ષમાપના
કરે છે. તે જીવ દેહાદિ પુગલ પદાર્થોમાં ગાઢપણે સ્વપણાની લાગણી વેદે છે, અને જે પોતાનું છે તેને પરપણે અનુભવે છે. આવી આવી અનેક રીતે જીવ ઘણી ઘણી મિથ્થામાન્યતાઓ બળવાનપણે સ્વીકારી લે છે, અને પરિણામે પોતાના લગભગ બધા જ ગુણો આવરિત કરી નાખે છે. આવી અનિચ્છનીય સ્થિતિમાં મૂકાવું પડે તેવાં કર્મપરમાણુઓ જીવ ગ્રહણ કરે છે તે પરમાણુઓ મિથ્યાત્વ અથવા દર્શનમોહ તરીકે ઓળખાય છે. પહેલા ગુણસ્થાને વર્તતાં ચારે ગતિના જીવોનું મિથ્યાત્વ બળવાનપણે ઉદયમાં રહેતું હોય છે, તેમ છતાં તેઓને મિથ્યાત્વનું અમુક માત્રામાં તરતમપણું જરૂર સંભવે છે.
પહેલા ગુણસ્થાને એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના અને કોઈ પણ ગતિના જીવ હોઈ શકે છે. દેવ, મનુષ્ય તથા નારકી સંજ્ઞીપંચેન્દ્રિય જીવો જ હોય છે, ત્યારે તિર્યંચ ગતિમાં એકથી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના જીવો હોય છે. આમાં સર્વ અસંજ્ઞી જીવો નિયમથી પહેલા ગુણસ્થાને જ હોય છે, અને તેમને મિથ્યાત્વનું ઘણું જોર હોય છે, તેનાં પરિણામે અશુભ નામકર્મના ઉદયથી ઇન્દ્રિયોનો પણ ઘાત હોય છે. અને સંજ્ઞા તથા ઇન્દ્રિયના અભાવમાં તેઓ આગળ વધી શકતા નથી. તેઓએ આગળ વધતાં પહેલાં પરવશપણે આ સર્વ કર્મો ભોગવીને શ્રી સત્પરુષના આશ્રયથી સંજ્ઞી પંચેન્દ્રિયપણા સુધી વિકાસ કરવો પડે છે. અને તે પછીથી જ તેઓ ચારે ગતિમાં જવાની પાત્રતા મેળવે છે. અસંજ્ઞીપણામાં તેઓ માત્ર એક તિર્યંચ ગતિમાં જ જન્મમરણ કર્યા કરે છે.
ચારે ગતિના સંજ્ઞીપંચેન્દ્રિય જીવોમાં મિથ્યાત્વના ઉદય, સત્તા તથા બંધનમાં તરતમપણું રહેલું હોય છે. પરંતુ તેમાનાં મોટાભાગનાં જીવો પહેલા ગુણસ્થાને જ હોય છે, ઘણી અલ્પસંખ્યાના જીવો તેનાથી ઉપરના ગુણસ્થાને હોય છે. મિથ્યાત્વ ગુણસ્થાને આત્માદિ વિશેની મિથ્યા માન્યતા, અને મિથ્યાત્વ ખૂબ નિબિડ હોય છે. આમાંના કેટલાંક જીવોને તો અનંતકાળ સુધી પરિભ્રમણ કરવું પડે તેવો રંગ મિથ્યાત્વના ઉદયમાં મિથ્યાત્વ બંધાતા રચાય છે. જ્યાં સુધી જીવને શ્રી તીર્થંકર પ્રભુનાં નિમિત્તથી અંતવૃત્તિસ્પર્શ ન થાય ત્યાં સુધી તે જીવ અભવી કહેવાય છે. અને અંતવૃત્તિસ્પર્શ થવાથી
૧૧૯