________________
કેવળી પ્રભુનો સાથ
જીવના અભવિપણાનો અંત આવે છે અને ભવિપણું પ્રાપ્ત થાય છે. તે પછીથી જ જીવને ઉપરના ગુણસ્થાને ચડવાની પાત્રતા આવે છે. અને જ્યારે જીવનું મિથ્યાત્વ પાંચ ક્રોડાક્રોડી સાગરોપમથી નાનું થાય છે ત્યારે તે જીવને પ્રગટપણે છૂટવાના ભાવ થવાની સંભાવના આવે છે. અને તે પોતાના ગુણો વધારવા, ગુણસ્થાન ચડવા માટેનું સાચું આરાધન કરવા પાત્રતા મેળવે છે. આ ગુણસ્થાને જીવ અનંતકાળ સુધી રહી શકે છે.
બીજું સાસ્વાદન્ ગુણસ્થાન
જીવ જ્યારે પોતાના ગુણો ખીલવતા ખીલવતા આગળ વધે છે ત્યારે તે પહેલા ગુણસ્થાનેથી કુદકો મારી સીધો ત્રીજા ગુણસ્થાને આવે છે, ચડતી વખતે તે બીજા ગુણસ્થાનને સ્પર્શતો નથી. આ વિકાસ સંજ્ઞીપંચેન્દ્રિય સિવાય બીજું કોઈ કરી શકતું નથી. ત્રીજા ગુણસ્થાનેથી આગળ વધી જીવ ચોથા, છઠ્ઠા કે અગ્યારમા ગુણસ્થાન સુધી પહોંચે છે, અને જે સ્થાને જે ન ઘટે તેવો દોષ કરે છે ત્યારે તે ત્યાંથી નીચે ઊતરી જાય છે; અને કેટલીક વખત તો છેક નીચેના ગુણસ્થાન, પહેલા ગુણસ્થાન સુધી આવી જાય છે. આવી પડવાઈ વખતે જીવ જ્યારે ચોથું ગુણસ્થાન છોડે છે ત્યારે તેને જો અનંતાનુબંધી કર્મનો ઉદય આવે છે તો તે જીવ ચોથાથી ત્રીજા ગુણસ્થાને થઈ બીજા ગુણસ્થાનનો સ્પર્શ કરે છે. અહીં બીજા ગુણસ્થાને એક સમયથી છ આવલિકા જેટલા સમય માટે ટકે છે, અને તે કાળમાં આત્માનુભૂતિનો અંતિમ આસ્વાદ લે છે; તે વખતે તે ફરીથી મૂળભૂત આત્મશાંતિનો અનુભવ પામે છે, જે ત્રીજા ગુણસ્થાને હોતો નથી. બીજા ગુણસ્થાને આત્માને છેલ્લો છેલ્લો પોતાના ગુણોનો આસ્વાદ મળતો હોવાથી, તે ગુણસ્થાન સાસ્વાદન ગુણસ્થાન કહેવાય છે. એ આસ્વાદ છૂટી જતાં તે મિથ્યાત્વને ગ્રહણ કરી પહેલા ગુણસ્થાને આવી જાય છે. ચોથા ગુણસ્થાનથી નીચે ઉતરતી વખતે જે જીવને મિથ્યાત્વનો ઉદય આવે છે તે જીવ બીજા ગુણસ્થાનનો સ્પર્શ કરતો નથી, પણ ત્રીજા ગુણસ્થાનેથી સીધો પહેલા ગુણસ્થાને આવી જાય છે. આમ સાસ્વાદન ગુણસ્થાનનો અનુભવ જીવને માત્ર ચોથા
૧૨૦