________________
કેવળી પ્રભુનો સાથ
જેટલા પ્રમાણમાં ગુણો ખીલ્યા હોય તેટલી વિશુદ્ધિ દર્શાવવા, આત્માના પૂર્ણ અજ્ઞાનતાથી શરૂ કરી, પૂર્ણ વિશુદ્ધિ સુધીના ચૌદ વિભાગ શ્રી વીતરાગ ભગવાને જણાવ્યા છે. અને તે પ્રત્યેક વિભાગને ગુણસ્થાન એવી સંજ્ઞા આપી છે. ગુણસ્થાન એટલે ગુણોના સમૂહને રહેવાની જગ્યા. આત્મામાં જેટલા વધારે ગુણોની ખીલવણી થાય તેટલા ઊંચા ગુણસ્થાને તે રહ્યો કહેવાય. મોહનીય કર્મની તરતમતાને આધારે જીવમાં ગુણોની ખીલવણી થાય છે, તેથી જેટલા પ્રમાણમાં મોહનીય કર્મનો ક્ષયોપશમ વધારે તેટલું ઉચ્ચ ગુણસ્થાન તેને પ્રાપ્ત થાય. મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે અન્ય ત્રણે ઘાતકર્મોનો પણ ક્ષય થાય છે તેથી તે સ્થાન ગુણ અપેક્ષાએ સર્વોચ્ચ ગણાયું છે. પ્રભુએ વર્ણવેલા ચૌદ ગુણસ્થાનના નામ આ પ્રમાણે છે –
૧. મિથ્યાત્વ ગુણસ્થાન.
૨. સાસ્વાદન ગુણસ્થાન. ૩. મિશ્ર ગુણસ્થાન.
૪. અવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાન. ૫. દેશવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાન. ૬. સર્વવિરતિ સમ્યદૃષ્ટિ ગુણસ્થાન. ૭. અપ્રમત્તસંયત ગુણસ્થાન. ૮. નિવૃત્તિનાદર (અપૂર્વકરણ) ગુણસ્થાન. ૯. અનિવૃત્તિનાદર ગુણસ્થાન. ૧૦. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન. ૧૧. ઉપશાંત મોહ ગુણસ્થાન. ૧૨. ક્ષીણમોહ ગુણસ્થાન. ૧૩. સયોગી કેવળી ગુણસ્થાન. ૧૪. અયોગી કેવળી ગુણસ્થાન.
પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન મિથ્યા એટલે ખોટું. ખોટાને રહેવાના સ્થાનને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે, આ ગુણસ્થાને જીવને જગતમાં પ્રવર્તતી સત્ય બાબતો વિપરીત રૂપે જણાય છે, અને અસત્યનો સત્યરૂપે સ્વીકાર થાય છે. તેથી જીવમાં લોકમાં રહેલાં જીવાજીવ વિશે ખોટી કે વિપરીત માન્યતા ગાઢપણે વર્તે છે. તેથી તેવા જીવો જેનું અસ્તિત્વ છે તેનો નકાર વેદે છે, અને એ તત્ત્વો જે રીતે છે તેનાથી જુદી જ રીતે તેનો સ્વીકાર
૧૧૮