________________
ક્ષમાપના
તેમ, તેનો ભોગવટો કરવા દોરાવું પડે છે. સ્વવશ ન રહી શકતાં કર્મને વશ રહી વર્તવું પડે તે “બંધ” અવસ્થા છે. કર્મનાં પરમાણુઓ જીવની જે પરવશ અવસ્થા કરે છે તે “બંધ” તત્ત્વ છે. આ આખી ક્ષમાપનામાં બંધ અવસ્થાની સ્થિતિ જોવા મળે છે. “હું બહુ ભૂલી ગયો... અનંત સંસારની વિટંબણામાં પડયો છું... હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. કમરજથી કરીને મલિન છું. હું સર્વ પાપથી મુક્ત થાઉં” વગેરે વચનો આત્માની બંધન અવસ્થા બતાવી “બંધ” તત્ત્વની સમજ આપે છે. આ તત્ત્વ શેય તથા હેય ગણી શકાય.
આ બંધ અવસ્થાથી પર આત્માની નિબંધ સ્થિતિ તે નવમું અને છેલ્લું “મોક્ષ” તત્ત્વ છે. મોક્ષસ્થિતિમાં આત્મા પોતાનાં શુદ્ધ, નિર્વિકારી, અડોલ સ્વરૂપને પ્રગટ કરે છે. તે સ્વરૂપનો લક્ષ “તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો” એ વચનથી આવે છે. આ સદેવ ઉપાદેય તત્ત્વ છે.
આમ પ્રભુએ વર્ણવેલાં નવ તત્ત્વનાં બીજ આપણને આ ક્ષમાપનામાં જોવા મળે છે. તે નવે તત્ત્વો જોય તો છે જ, પણ કેટલાંક હેય, કેટલાંક ઉપાદેય છે, તે આપણે જોયું. જેમ જેમ આ તત્ત્વો વિશેનું શેયપણું વધતું જાય છે અર્થાત્ તેને લગતી વિચારણા વિસ્તૃત તથા ઊંડાણવાળી થતી જાય છે તેમ તેમ તે તત્ત્વો વિશેષતાએ સમજાય છે અને શેય, હેય, ઉપાદેયના વિવેકને અનુસરી તે તત્ત્વોની સમજ પૂર્ણતાએ ખીલતાં જીવ નવમા “મોક્ષતત્ત્વ”ને મેળવવા ભાગ્યશાળી થાય છે.
તેથી આ ક્ષમાપના જો કોઈ જીવ પૂર્ણ શ્રદ્ધાથી તથા હ્રદયનાં ઊંડાણથી કરે તો, વારંવાર ક્ષમાપના કરે તો તે છે પદમાં શ્રદ્ધાવાન થઈ, નવ તત્ત્વને સમજી, આત્મવિશુદ્ધિ પ્રગટ કરી શકે, તેવી ઉત્તમ ક્ષમતા આ ક્ષમાપનામાં સમાયેલી જોવા મળે છે. ક્ષમાપનામાં ચોદ ગુણસ્થાનનો સમાવેશ અનંત પ્રકારના ગુણોને રહેવાનું સ્થાન, ગુણોનું ઘર આત્મા છે. જેમ જેમ અવરાયેલા ગુણો પટાંતર પામી ખીલતા જાય છે, તેમ તેમ આત્માની વિશુદ્ધિ વધતી જાય છે.
૧૧૭