________________
કેવળી પ્રભુનો સાથ
તે મતિ સવળી થતાં, જીવ પ્રભુનાં શરણમાં જઈ, તેમની આજ્ઞાએ ચાલી, નવાં આવતાં કર્મોને રોકે છે અર્થાત્ “સંવર” કરે છે. નવો જમાવ થતો અટકાવવાથી જૂનો એકઠો કરેલો કર્મસમૂહ ખરી જતો નથી. વળી, જ્યાં સુધી જીવ સર્વ કર્મોથી મુક્ત ન થાય ત્યાં સુધી તે પૂરો સુખી થઈ શકતો નથી. તેથી પૂર્વે ગ્રહણ કરેલાં સર્વ કર્મો આત્માના પ્રદેશ પરથી, ખૂબ સુખ મેળવવા માટે ખેરવવા અત્યંત આવશ્યક છે. આ કર્મોને ખપાવવાની પ્રવૃત્તિ તે “નિર્જરા”. નિર્જરા બે પ્રકારે છેઃ અકામ ને સકામ. જેમ જેમ કર્મનો ઉદય આવે તેમ તેમ ભોગવીને તેને નિવૃત્ત કરવા તે અકામ નિર્જરા. અકામ નિર્જરા કરતી વખતે જીવ વિભાવમાં રહેતો હોવાથી નવાં અનેક કર્મો બંધાય છે, પરિણામે સંસાર લંબાય છે. “હું ભૂલ્યો, આથયો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું.” આ અને આવાં વચનોથી અકામ નિર્જરા તથા તેનાં ફળની સમજણ મળે છે. બીજો પ્રકાર છે સકામ નિર્જરા. પૂર્વે બાંધેલા કર્મને શુદ્ધભાવથી પશ્ચાત્તાપ, ચિંતન અને ધ્યાન દ્વારા ખેરવી નાખવાં તે સકામ નિર્જરા. સકામ નિર્જરામાં કર્મ ખેરવવા માટે જીવની ઇચ્છા અગ્રસ્થાને રહે છે. પશ્ચાત્તાપ તથા ચિંતનમાં જીવનું શુદ્ધ થવાના વિચારનું એકાગ્રપણું હોય છે તેથી તેમાં નવાં કર્મો અતિ અલ્પતાએ વધે છે; તથા ખરે છે અનંતગમે. આ ઉપરાંત ધ્યાનમાં આ એકાગ્રતા ઘણી વધારે હોવાથી કર્મબંધન તેનાથી પણ અલ્પ તથા શુભ થાય અને નિર્જરા ઘણી વિશેષ થાય. આથી સકામ નિર્જરા સદાય ઉપાદેય છે, અકામ નિર્જરા જોય છે. “આગળ કરેલાં પાપોનો હું પશ્ચાત્તાપ કરું છું...માત્ર પશ્ચાત્તાપથી કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું.” વગેરે ક્ષમાપનાનાં વચનોમાં સકામ નિર્જરા દૃષ્ટિગોચર થાય છે.
સંવર તથા નિર્જરાના અનુસંધાનમાં વર્ણવેલું આઠમું તત્ત્વ છે “બંધ". સંવર તથા સકામ નિર્જરાનો આશ્રય ન હોય ત્યારે જીવને પાપ અથવા પુણ્યનો આશ્રવ ચાલુ જ રહે છે. આશ્રવને કારણે કર્મનાં પરમાણુઓ આત્માને ચીટકી જાય છે. કર્મ પરમાણુઓ ચીટકવાને કારણે આત્માના ગુણો અવરાઈ જાય છે, અને તે ગુણહીન સ્થિતિમાં આવી પડે છે. આ દશામાં જીવ પોતાની રીતે સ્વતંત્રતાથી વતી શકતો નથી, તેને કર્મ દોરે
૧૧૬