________________
ક્ષમાપના
પાંચમું તત્ત્વ છે “આશ્રવ”. પાપ અથવા પુણ્ય સૂચવતા કર્મપરમાણુઓ આત્માના પ્રદેશ પર સ્વીકારવા તે “આશ્રવ” તત્ત્વ છે. જીવ સારા અથવા નરસા ભાવ તથા ક્રિયા કરી શુભ અથવા અશુભ કર્મપરમાણુઓ ગ્રહણ કરતો રહે છે – આ પ્રક્રિયા તે “આશ્રવ”. અહીં ક્ષમાપનાનાં “હું કર્મરજથી કરીને મલિન છું”, “હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું”, “હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું” ..વગેરે વચનો જીવે કરેલી શુભાશુભ પ્રવૃત્તિનાં અને જીવે ભાવેલા શુભાશુભ ભાવના દર્શક છે. આ વચનોથી સમજાય છે કે વિભાવ ભાવ કરીને જીવ સતત કર્મનાં પરમાણુઓ ગ્રહણ કરતો જ રહ્યો છે, એટલે કે જીવને સતત “આશ્રવ” ચાલુ છે. આ આશ્રવ તત્ત્વ શેય છે પણ સદાકાળને માટે હેય છે.
નવ તત્ત્વમાં છવું તત્ત્વ છે “સંવર”. પાપ અથવા પુણ્ય કર્મને આત્માના પ્રદેશો પર આવતાં રોકવા તે “સંવર” તત્ત્વ છે. જીવે ભૂતકાળમાં બાંધેલાં કર્મમાં વધારો થવા દેવો ન હોય તો “સંવર” તત્ત્વને આરાધવું જોઈએ. નવાં કર્મોને આત્મામાં પ્રવેશવાં દેવાં ન હોય તો, તેને વધારનાર સ્વચ્છંદ, રાગ, દ્વેષ, અજ્ઞાનાદિ ટાળવા ઘટે. અજ્ઞાન નાશ પામતાં જીવને રાગ, દ્વેષ તથા સ્વચ્છંદ ત્યાગવાની મતિ ઉપજે છે. અને એ સર્વને ટાળવા માટે શ્રી પ્રભુનાં શરણમાં રહેવા જેવું બીજું કોઈ અમોઘ સાધન નથી. પ્રભુનાં શરણે રહી, તેમની આજ્ઞાએ ચાલવાથી જીવ અવળી રીતે ચાલી શકતો નથી. પ્રભુ આજ્ઞાએ વર્તવાથી કર્મો વધી શકતાં નથી, કારણ કે કર્મથી સર્વથા મૂકાએલા શ્રી પ્રભુ કર્મબંધન થાય તેવી આજ્ઞા આપે જ નહિ, તેમ જ કર્મબંધનના માર્ગે જતા જીવને પાછો વાળી લે. આથી “નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું... એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.” આ વચનોમાં “સંવર” તત્ત્વ ફુટ થતું જોઈ શકાય છે. છૂટવા માટે સદેવ “સંવર” ને આરાધ્યા કરવો જોઈએ. આ તત્ત્વ જોય છે અને સદાકાળ ઉપાદેય છે.
સંવર પછી આવતું સાતમું તત્ત્વ છે “નિર્જરા” તત્ત્વ. ભૂતકાળમાં અવળી મતિએ ચાલી જીવે અનંતાનંત કર્મનાં પરમાણુઓ આત્માના પ્રદેશો પર એકઠાં કર્યાં છે.
૧૧૫.