________________
કેવળી પ્રભુનો સાથ
તત્ત્વને સૂચવનારા અનેક ભાવો જીવે ભૂતકાળમાં કર્યા છે, અને કાર્યો પણ જીવે કર્યા છે...તેની નોંધ આ ક્ષમાપનામાં જોવા મળે છે. “હું બહુ ભૂલી ગયો. મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહિ. તમારા કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહિ. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહિ. હું ભૂલ્યો, આથડયો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડયો છું. હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કમરજથી કરીને મલિન છું.....હું સર્વ પાપથી મુક્ત થઉં.” વગેરે વચનો “પાપ” તત્ત્વનું અસ્તિત્વ બતાવી જાય છે. તે જોય તથા હેય તત્ત્વ છે.
આ પછીનું ચોથું તત્ત્વ તે “પુણ્ય” તત્ત્વ. જે કર્મના પરમાણુઓ ભોગવટો કરતી વખતે શાતા આપનાર નીવડે, તેવા પરમાણુઓ હવા તે “પુણ્ય” તત્ત્વ. જે ભાવ કરવાથી “પાપ”રૂપ કર્મ બંધાય તેનાથી વિરુદ્ધ પ્રકારના ભાવ કરવાથી “પુણ્ય”કર્મ બંધાય. બીજાને અશાતા થાય તેવા કાર્ય કે ભાવથી “પાપ” બંધાય છે. બીજાને શાતા થાય તેવા કાર્ય કે ભાવથી “પુણ્ય” બંધાય છે. આ પરથી જે બધું નથી કર્યું, તે બધું કર્યું હોત તો પુણ્યપ્રાપ્તિ થાય તે સહેલાઈથી સમજાય તેવી વાત છે.
નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ રહું છું. મારા અપરાધ ક્ષય થઈ, હું તે સર્વ પાપથી મુક્ત થવું એ જ મારી અભિલાષા છે..એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ” વગેરે વચનો એવાં છે કે જેમાં મુખ્યતાએ પોતાની અને ગૌણતાએ અન્યની કલ્યાણભાવના સમાયેલ છે. તે ભાવના ભાવવાથી જીવને પુણ્યબંધ થાય છે. આથી આ વચનો “પુણ્ય” તત્ત્વનું અસ્તિત્વ બતાવે છે. શુદ્ધતાની અપેક્ષાએ આ શેય તથા હેય તત્ત્વ છે, કારણ કે પુણ્ય ભોગવવા માટે પણ સંસારમાં જ રહેવું પડે છે જે મોક્ષથી દૂર રાખે છે. પરંતુ “પાપ” તત્ત્વ કરતાં “પુણ્ય” તત્ત્વ ઉપાદેય છે. પાપ તત્ત્વથી જીવની અધોગતિ થાય છે ત્યારે પુણ્ય તત્ત્વથી શુભનો ઉદય થતો હોવાથી કલ્યાણ તરફ જવાનો અવકાશ વધે છે. આમ “પુણ્ય” તત્ત્વ જોય તો છે જ પણ અપેક્ષાએ હેય અને અપેક્ષાએ ઉપાદેય છે.
૧૧૪