________________
કેવળી પ્રભુનો સાથ
પ્રભુને દર્શનની પૂર્ણતા આવવાથી એક પ્રદેશ, એક પરમાણુ અને પ્રત્યેક સમયનું દર્શન થાય છે. સામાન્ય રીતે સંજ્ઞીપંચેન્દ્રિય જીવને અસંખ્યપ્રદેશ, અનંતપરમાણુ અને અસંખ્યસમયનું દર્શન થાય છે, અને તે પણ યથાતથ્યતાથી નહિ, તેમાં પણ અપૂર્ણતા હોય છે, કેટલાય ભાગોનું દર્શન ન થાય એમ બને છે. અને અસંજ્ઞી જીવોનું દર્શન તો આનાથી પણ ઘણી ઘણી નાની માત્રાનું હોય છે. આ સમજણથી શ્રી સર્વદર્શી પ્રભુનાં દર્શનની વિશાળતા, ઊંડાણ અને સૂક્ષ્મતાનો આપણને ખ્યાલ આવે છે. છએ દ્રવ્યની આખા લોકાલોકમાં પ્રવર્તતી સમય સમયની પર્યાયને શ્રી પ્રભુ જોઈ શકે છે. આમ એક પણ દશ્ય દ્રવ્યની પર્યાય શ્રી પ્રભુનાં દર્શનમાં ન હોય તેમ બની શકતું નથી.
કેવળજ્ઞાન તથા કેવળદર્શન એ આત્માનો અપૂર્વ સ્વભાવ છે. આ જ્ઞાન તથા દર્શન અલ્પાતિઅલ્પ પ્રમાણમાં જીવની કોઈ પણ અવસ્થામાં ખુલ્લાં રહેલાં જ હોય છે, ક્યારેય આ બે પૂર્ણતાએ અવરાતાં નથી. પરંતુ જેમ જેમ જીવનાં જ્ઞાન તથા દર્શનનાં આવરણ ઘટતાં જાય છે તેમ તેમ ક્ષયોપશમ વધતો હોવાથી જીવનાં જ્ઞાન તથા દર્શન ગુણોનો ઊઘાડ થતો જાય છે. આનાથી છદ્મસ્થ અવસ્થામાં મતિ, શ્રુત, અવિધ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન ઉત્કૃષ્ટતા સુધી ખીલે છે અને પૂર્ણતા આવતાં આ ચારે જ્ઞાન કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે. એ જ રીતે છદ્મસ્થ અવસ્થામાં ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન તેની ઉત્કૃષ્ટતા સુધી ખીલે છે. અને શ્રુતકેવળીપણું તથા પરમાધિ પ્રગટ થયા પછી કેવળદર્શન મેળવવા જીવ ક્ષપકશ્રેણિ માંડી જ્ઞાન તથા દર્શનનાં આવરણોનો પૂર્ણ ક્ષય કરી ત્રણે દર્શનોનો કેવળદર્શનમાં સમાવેશ કરી દે છે. જીવ જ્યાં સુધી છદ્મસ્થ હોય છે ત્યાં સુધી તેનો જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ ફર્યા કરે છે, બંને ઉપયોગ એક સાથે વર્તી શકતા નથી, પણ એક પછી એકના ઉપયોગે જીવ જ્ઞાન તથા દર્શન મેળવે છે. પરંતુ ઘાતીકર્મોનો ક્ષય થતાંની સાથે જ આ ભિન્નતા ટળી જાય છે, જ્ઞાન તથા દર્શન યુગપદ્ થઈ જાય છે અર્થાત્ જ્ઞાન તથા દર્શન બંને ઉપયોગ આત્માને એકસાથે પ્રવર્તે છે. આ ઉપરાંત આત્મા સ્વરૂપાનુસંધાન પણ તૂટવા દેતો નથી, એ આત્માના સ્વભાવનું અપૂર્વપણું છે. જ્ઞાન દર્શનની એક
૨૮૨