________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
જ સમયની અનુભૂતિ સાથે આત્માનો અખંડ ઉપયોગ સાચવવો એ આત્મસ્વભાવની અપૂર્વતા સામાન્ય જીવથી સમજી પણ ન શકાય એવી હકીકત છે.
આત્માએ કેવળજ્ઞાન, કેવળદર્શન પામતાં પહેલાં વર્તતા મોહનો સંપૂર્ણ ક્ષય કરવો અનિવાર્ય છે. ક્ષપકશ્રેણિના દેશમાં ગુણસ્થાનના અંતભાગમાં સંજ્વલન લોભ પણ નાશ પામી જાય છે. અને એ આત્મા બારમા ગુણસ્થાને બાકીનાં ત્રણ ઘાતી કર્મોનો નાશ કરી સ્વસ્વરૂપમાં લીન થઈ જાય છે, એકાકાર થઈ જાય છે. અને તેઓ અનંત ચતુષ્ટયના સ્વામી થાય છે. છદ્મસ્થ અવસ્થામાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની જે ભિન્નતા હતી, તેમની વચ્ચે જે ભેદરેખા પ્રવર્તતી હતી તે કર્મનાં ક્ષીણપણાં સાથે ભૂંસાતી જાય છે અને બારમા ગુણસ્થાનના અંતે તે ભેદરેખા નાશ પામી ત્રણે એકરૂપતા ધારણ કરે છે. એક જ સમયે જ્ઞાન, દર્શન અને યથાખ્યાત ચારિત્ર એકરૂપ થઈ પ્રવર્તે એટલું જ નહિ પણ એ એકરૂપપણું અનંતકાળ સુધી ટકે એ આત્માએ પૂર્વે કદી ન અનુભવેલો એવો અપૂર્વ સ્વભાવ આત્માને તેરમા ગુણસ્થાને પ્રગટે છે. અનાદિકાળથી કર્મપ્રભાવનાં કારણે જીવનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્ર ભિન્નતાએ વર્તતાં હતાં, તેને સ્વપુરુષાર્થના જોરથી અને સત્પરુષના આશ્રયથી એકરૂપ કરી અનંતકાળ સુધી પોતામાં એકરૂપ કરી યુગપ પ્રવર્તાવવા એ આત્માનો અપૂર્વ સ્વભાવ છે. અન્ય દ્રવ્યો બીજાં દ્રવ્ય સાથે મળ્યા પછી છૂટા પડી અનંતકાળમાં પણ અન્ય દ્રવ્ય તરફ આકર્ષાય નહિ એમ બનતું નથી. પુદ્ગલ એક જીવ નહિ તો બીજા જીવ સાથે બંધનમાં બંધાય જ છે. તે અનંતકાળ સુધી શુધ્ધ રહે એમ ક્યારેય બનતું નથી, તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને અકાશાસ્તિકાય સદાય સ્વદ્રવ્યરૂપે જ પરિણામીને રહે છે, ક્યારેય બીજામાં ભળતાં નથી. કાળ દ્રવ્ય પણ એ પ્રમાણે બીજા કોઈ દ્રવ્યમાં એકરૂપ થતું નતી. આમ આત્મદ્રવ્ય એક જ એવું છે કે તે અનાદિકાળથી પુદ્ગલ સાથે ભળેલું હોવા છતાં, અનંતકાળ સુધી તેની સાથે એકરૂપપણે રહ્યું હોવા છતાં, એક વખત મુક્ત થયા પછી ભાવિના અનંતકાળમાં પણ ફરીથી પુદ્ગલ સાથે એકપણું કરતું નથી. આ વિશેષતા આત્મદ્રવ્યનો અપૂર્વ સ્વભાવ છે, તે વખતે તેનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એકરૂપ થઈ પ્રત્યેક સમયે આત્માને સ્વભાવમાં સ્થિર રાખી અનંતકાળ વ્યતીત કરી શકે છે.
૨૮૩