________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
અવલંબનની અને માર્ગદર્શનની જરૂરત રહે છે, તેમના માર્ગદર્શન અનુસાર વર્તી જીવ છેવટની પૂર્ણશુદ્ધ અવસ્થાને પામે છે. તેથી આપણે કહી શકીએ કે શ્રી સત્પુરુષ એ પૂર્ણ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છે – જીવને પૂર્ણતા પ્રગટ કરવા માટે મુખ્ય સાધનરૂપ અને નિમિત્તરૂપ છે.
આત્મા જ્યારે ઘાતકર્મોથી મુક્ત થાય છે ત્યારે તેનું જ્ઞાનાવરણ કર્મ સંપૂર્ણ નાશ પામે છે અને એ આત્માને કેવળજ્ઞાન – સંપૂર્ણજ્ઞાન – અનંતજ્ઞાન પ્રગટ થાય છે. આ અનંતજ્ઞાન એટલે સંપૂર્ણ લોકાલોકનું પ્રત્યેક પદાર્થનું ત્રણે કાળનું સમય સમયનું જ્ઞાન. શ્રી સર્વજ્ઞ ભગવાનને જ્ઞાનની પૂર્ણતા પ્રગટવાથી એક પ્રદેશ, એક પરમાણુ અને એક સમયનું જ્ઞાન પ્રગટે છે. આત્માને અસંખ્ય પ્રદેશ છે, તેનો નાનામાં નાનો ભાગ એટલે એક પ્રદેશ. આત્માના સામુહિક જ્ઞાનની જગ્યાએ પ્રત્યેક પ્રદેશનું જ્ઞાન તેમને થાય છે. એ જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાશના અસંખ્ય પ્રદેશમાંના પ્રત્યેક પ્રદેશનું જ્ઞાન તેમને વર્તે છે. પરમાણુ એટલે પુદ્ગલ પદાર્થનો નાનામાં નાનો અવિભાજ્ય ભાગ – તે ભાગ એટલો સૂક્ષ્મ છે કે એવા અનંત પરમાણુઓનો સ્કંધ હોય તો પણ તે સંજ્ઞી પંચેન્દ્રિય જીવની દૃષ્ટિમાં આવી શકતો નથી. આવા એક પરમાણુના ગુણધર્મો અને પર્યાયોનું જ્ઞાન શ્રી કેવળ પ્રભુને થાય છે, આવી તેમનાં જ્ઞાનની સૂક્ષ્મતા છે. એ જ રીતે કાળનો નાનામાં નાનો ભાગ એટલે સમય. એક સમયમાં જીવ અને પુદ્ગલની જે જે પર્યાયો સંભવે છે તેનું જ્ઞાન પણ શ્રી પ્રભુ ધરાવે છે. સામાન્યપણે સંજ્ઞીપંચેન્દ્રિય જીવનું જ્ઞાન અસંખ્ય સમયવર્તી છે, ત્યારે શ્રી પ્રભુનું જ્ઞાન એક સમયવર્તીની સૂક્ષમતા સુધી પહોંચ્યું હોય છે. બીજી રીતે કહીએ તો તેમનાં જ્ઞાનની એટલી વિશાળતા અને સાથે સૂક્ષ્મતા છે કે પ્રત્યેક પદાર્થની અને પ્રત્યેક દ્રવ્યની સંપૂર્ણ જાણકારી તેમાં સમાવેશ પામે છે.
આવી જ રીતે તેમનાં દર્શનાવરણનો સંપૂર્ણ ક્ષય થવાથી તેમને સંપૂર્ણ દર્શન – કેવળદર્શન પ્રગટ થાય છે. એમાં અનંતદર્શન સમાય છે, આ અનંતદર્શન એટલે લોકાલોકનું ત્રણે કાળનું સમગ્ર પદાર્થોનું સમય સમયનું જોવાપણું. શ્રી સર્વદર્શી
૨૮૧