________________
કેવળી પ્રભુનો સાથ
જે જીવ કર્મકટિના લક્ષથી પુરુષાર્થ કરે છે, તે ઘણેભાગે ઉપશમ શ્રેણિમાં જઈ અગ્યારમાં ગુણસ્થાનથી પાછો ઊતરે છે, તેણે કરેલા પ્રમાદની માત્રાના પ્રમાણમાં તે જીવ છકે, ચોથે કે પહેલા ગુણસ્થાને અટકે છે. જે ગુણસ્થાને તેનું અટકવાનું થાય, ત્યાંથી ફરી પાછો પુરુષાર્થ કરી ચડવાનું રહે છે. પહેલા ગુણસ્થાનથી આગળ વધવા ઘણો શ્રમ જીવને પડે છે, તેનાથી ઓછો શ્રમ ચોથા ગુણસ્થાને અટકનાર જીવને પડે છે, અને છકી ગુણસ્થાને અટકનાર જીવ તેના કરતાં પણ અલ્પ શ્રમથી વિકાસ સાધી શકે છે. જે જીવ આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ વધારવાના લક્ષથી પુરુષાર્થ કરે છે તે ઘણેભાગે ક્ષપકશ્રેણિએ જઈ, અગ્યારમું ઉપશાંતમોહ ગુણસ્થાન વટાવી, બારમા ક્ષીણમોહ ગુણસ્થાને સર્વ ઘાતકર્મોનો નાશ કરી આત્મશાંતિ અને આત્મશુદ્ધિના સર્વોચ્ચ શિખરે પહોંચે છે, જ્યાંથી તે કદી પણ પાછો ફરતો નથી.
જીવ જ્યારે ચારે ઘાતકર્મોથી મુક્ત થાય છે ત્યારે તે પૂર્ણતાએ નિર્વિકલ્પ તથા નિર્વિચાર થાય છે. અને તે આત્માને ચાર અપૂર્વ ગુણો પૂર્ણતાએ પ્રકાશે છે. આ ગુણો છે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય. વળી તેને જીવરૂપે જે અઢાર પાપથાનકનો સંપર્ક હોવાથી કર્માશ્રવ થતો હતો તે સર્વ દૂષણોથી મુક્ત થતાં ઘાતકર્મનો આશ્રવ પૂર્ણતયા મટી જાય છે, અને અઘાતી કર્મોમાં એક માત્ર શતાવેદનીય કર્મનો બંધ જ તેમને સંભવે છે.
આઠમા ગુણસ્થાનથી જીવ ક્ષપક શ્રેણિ શરૂ કરે છે, ત્યારથી તેનાં બાકી રહેલાં ઘાતકર્મો ક્ષય પામવા લાગે છે. સૌ પહેલાં તેનાં સત્તાગત રહેલાં અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ નાશ પામવા લાગે છે, સાથે સાથે ઉદયગત સંજ્વલન કષાયો પણ ક્ષીણ થતા જાય છે. જેમ જેમ મોહનો નાશ થતો જાય છે, તેમ તેમ તેના અનુસંધાનમાં બંધાતાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાયના બંધન ઓછાં થતાં જાય છે. દશમા ગુણસ્થાનના અંતભાગમાં મોહનું બંધન જીવ અટકાવે છે, એટલે બાકીનાં ત્રણ ઘાતકર્મોનાં નવાં બંધન થતાં નથી, અને બારમા ગુણસ્થાને તે ત્રણે ઘાતકર્મોનો નાશ કરી, ચારે ઘાતકર્મોથી મુક્ત થઈ પૂર્ણ શુધ્ધાવસ્થા પ્રગટ કરે છે. બારમા ગુણસ્થાનના અંતભાગ સુધી આત્માને જ્ઞાનીપુરુષના – પુરુષના
૨૮૦