________________
કેવળી પ્રભુનો સાથ
હોવાથી તે તોડવાનો પુરુષાર્થ ખૂબ જરૂરી રહે છે. જો કે એમાં સત્પુરુષનો બોધ દેવોને સહાયકારી થતો હોય છે.
આ બધી વિચારણા પરથી આપણને સમજાય છે કે નક, તિર્યંચ અને દેવ એ ત્રણ ગતિ સંજ્ઞીપંચેન્દ્રિય જીવો માટે એવી છે કે જેમાં જીવ ચોથા પાંચમા ગુણસ્થાનથી આગળ વધી શકતો નથી. અર્થાત્ મોહનીય કર્મનો બળવાન ક્ષયોપશમ કરી શકતો નથી. આ કર્મનો વિશેષતાએ ક્ષય કરવા માટે, આગળની ભૂમિકાએ જવા માટે કર્મભૂમિના મનુષ્ય થવું જીવને માટે આવશ્યક છે. અકર્મભૂમિ (ભોગભૂમિ કે મરુભૂમિ) અથવા તો આંતરદ્વિપના મનુષ્યોને પણ આત્મવિકાસની સુવિધા મળતી નથી. પાંચ મહાવિદેહ, પાંચ ભરત અને પાંચ ઐરાવતની પંદર કર્મભૂમિનાં ક્ષેત્રો એવાં છે કે જ્યાં જીવ સમજીને પંચપરમેષ્ટિ ભગવંતના સાથથી આરાધન કરે તો સમ્યક્ત્વ પછીનાં સોપાનો ક્રમથી ચડી પૂર્ણ આત્મશુદ્ધિ મેળવવા સુભાગી થાય. આમ સમકિતની પ્રાપ્તિ માટે કોઈ પણ ક્ષેત્ર તથા કોઈ પણ કાળ સંજ્ઞીપંચેન્દ્રિય જીવને માટે અનુકૂળ છે, જો તેને પરમેષ્ટિ ભગવંતનો સહજ સંયોગ મળે તો. પરંતુ તે પછીનાં સોપાનો ચડવાં માટે કર્મભૂમિના મનુષ્ય થઈ જીવે આરાધન કરવું જરૂરી છે. એ વિકાસની નિસઃ૨ણી ચડવા માટે શ્રી અરિહંતપ્રભુ, શ્રી કેવળીપ્રભુ, આચાર્યજી, ઉપાધ્યાયજી અને સાધુ સાધ્વીજી આદિ પંચપરમેષ્ટિ ભગવંત સ્વરૂપ જ્ઞાનીપુરુષોનો સાથ અગત્યનો તથા અનિવાર્ય છે. જેમ સંજ્ઞીપંચેન્દ્રિયપણા સુધી પહોંચવા માટે પંચપરમેષ્ટિ ભગવંતનો નિષ્કારણ કરુણાસભર સાથ જરૂરી છે, તે જ પ્રમાણે આત્મશુદ્ધિની પ્રગતિ કરવા માટે એ મહત્ પુરુષોનો નિષ્કારણ કરુણાભરિત સાથ એથી પણ વિશેષ અગત્યનો છે, ફરક માત્ર એટલો જ છે કે અસંજ્ઞીપણામાં જીવની પ્રગટ ઈચ્છાની જરૂરત નથી, ત્યારે સંજ્ઞીપણામાં જીવની છૂટવાની ઈચ્છાની એટલી જ જિરૂરયાત રહેલી છે.
સંજ્ઞા આવતાં જીવ સ્વતંત્ર થતો હોવાથી સત્પુરુષો અને પંચપરમેષ્ટિ ભગવંતના આશ્રયે રહેવું કે નહિ તે નક્કી કરવામાં તેની સ્વતંત્રતા રહેલી છે. કોઈ પણ પરમેષ્ટિ ભગવંત આ સ્વતંત્રતા પર લેશ પણ કાપ મૂકતા નથી. જો જીવ ઈચ્છા
૩૨૦