________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
કરે તો પરમેષ્ટિ ભગવંત એવી જ નિષ્કારણ કરુણા અને પ્રેમથી જીવને વિકાસ કરવા સહાય કરે છે, અને જો તે જીવની ઈચ્છા ન હોય તો ઈષ્ટ ભગવંત કરુણાભાવ સેવી નિસ્પૃહ બની દૂર ખસી જાય છે. સંસારનાં ક્ષણિક સુખનાં મોહમાં પડી જીવ સર્વોત્તમ સાથ આપનાર પરમેષ્ટિના આશ્રયનો ત્યાગ કરે છે, તો તે જીવ સ્વછંદી બની અનેક પ્રકારના તીવ્ર કષાયોના વમળમાં ફસાઈ પાપપ્રવૃત્તિમાં પડી પોતાનું અનેકવિધ અહિત કરે છે. થોડી ક્ષણોનાં ગણાતા સુખ માટે અનંતકાળનું દુઃખ પહોંચે એવી સ્થિતિમાં પણ મૂકાઈ જાય છે, અને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ થયો હોવાથી સંજ્ઞા પણ ગુમાઈ જાય છે. ત્યારે જે જીવો સંજ્ઞા મેળવ્યા પછી, એ સ્થિતિ સુધી પહોંચાડનારા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતે કરેલા ઉપકારને જાણી, સમજી, તે ઉપકારને ઓળવતા નથી, તેની સામે જે જીવો વિશેષ સમજણપૂર્વક અને વિવેકપૂર્વક સંજ્ઞાનો સદુપયોગ કરી પરમેષ્ટિ ભગવંતનો આશ્રય લઈ તેનું દઢત્વ વિશેષ વિશેષ કરતા જાય છે, પોતામાં રહેલાં સ્વચ્છંદ અને માનભાવને ઓગાળતા જાય છે, એટલે કે સ્વીકારેલા આશ્રયને બળવાન કરતા જાય છે તેઓ આત્મવિકાસનાં પગથિયાં એક પછી એક ક્રમથી ચડતાં જાય છે, અને આત્મામાંથી નીપજતા સ્વસુખને વધારે ને વધારે માણતા જાય છે. અને અંતમાં તેમણે જે પરમેષ્ટિ ભગવંતનો આશ્રય સ્વીકાર્યો છે તેની જેમ શુધ્ધ, બુધ્ધ અને મુક્ત થઈ શાશ્વત સુખના અધિકારી થઈ જાય છે.
નિત્યનિગોદથી છૂટી સંજ્ઞીપંચેન્દ્રિયપણું પામવા સુધીનો જીવનો વ્યવહારથી વિકાસ કરવા માટે તથા સંજ્ઞા આવ્યા પછી અંતવૃત્તિસ્પર્શથી શરૂ કરી સિદ્ધભૂમિમાં જવાનો, પરમાર્થથી વિકાસ કરવા માટે કેટકેટલા ભવોનું આરાધન તથા કેટકેટલા મહા ઉત્તમ પુરુષોનો ઉપકાર સમાયેલો છે તેની જાણકારી આ બધી વિચારણા કરતાં જીવમાં આવતી જાય છે. શ્રી તીર્થંકર પ્રભુએ આપણને જણાવ્યું છે કે આ જગતમાં ચાર તત્વો, મનુષ્યત્વ, સદ્ધર્મનું શ્રવણ, સદ્ધર્મની શ્રદ્ધા અને સધર્મનું આરાધન ઉત્તરોત્તર દુર્લભ છે, અને તે મેળવવા માટે મહત્ મત પુણ્યના ઉદયની જરૂરત છે. પ્રભુના આ વિધાનની યથાર્થતા આપણને વ્યવહાર અને પરમાર્થે થતા જીવના
૩૨૧