________________
કેવળી પ્રભુનો સાથ
વિકાસના ક્રમને સમજવાથી સમજાતી જાય છે. આપણે જોયું કે સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્યપણું મેળવવું જીવને માટે કેટલું દુર્લભ છે, અને તે મેળવવા માટે જ્ઞાનીભગવંતનો કેટલો ઉપકાર સમાયેલો છે.
મનુષ્ય જન્મ આવવાની સાથે આત્મવિકાસનું કાર્ય સહેલાઈથી થતું નથી, તેમાં ઘણાં ઘણાં વિઘ્નો પૂર્વ પાપપ્રવૃત્તિને કારણે જીવને ભોગવવાં પડે છે. મનુષ્ય ઘણી વાર ગર્ભમાંથી જ હણાય છે, ઘણીવાર જન્મતાં જ હણાય છે, કેટલીયે વખત બાલ્યકાળમાં જ આયુષ્ય પૂરું થઈ જાય છે, ઘણા પ્રસંગે ભર યૌવનમાં આયુષ્યનો કષ્ટભર્યો અંત આવે છે, ઈત્યાદિ સંજોગોમાં જીવને આત્મકલ્યાણની સુવિધા મળતી નથી અને તે સર્વ મનુષ્ય જન્મો આત્મકલ્યાણની અપેક્ષાએ નિષ્ફળ થાય છે. ઘણીવાર મનુષ્ય જીવનમાં મોહનીય કર્મનો પ્રબળ ઉદય આવવાથી આંખ, કાન, વાચા આદિ કોઈ ઇન્દ્રિયનો સંપૂર્ણ ઘાત જોવા મળે છે, તો તે સ્થિતિ પણ આત્મશુદ્ધિ વધારવા માટે નિષ્ફળ ઠરે છે કારણ કે પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞાની હાજરી વિકાસ કરવા અનિવાર્ય છે. ઈન્દ્રિય નબળી હોય તો વિકાસ કરી શકાય, પણ તેનો સંપૂર્ણ ઘાત હોય તો વિકાસ થઈ શકતો નથી. અલબત્ત, ભાવિમાં વિકાસ કરવા માટેની પૂર્વ તૈયારી જરૂર થઈ શકે છે. કેટલીક વખત મનુષ્ય અનાર્ય ક્ષેત્રમાં અને હલકા કુળમાં જન્મીને, અયોગ્ય સંજોગોમાં વસીને મનુષ્યત્વની નિષ્ફળતા પામતો હોય છે, તેથી તેવા મનુષ્યજન્મો નિરર્થક થાય છે. ઘણી વખત આવા વિપ્નો ન હોય પણ સંસારી પ્રસંગોના અવિરત ઉપાધિયોગમાં સાચું કાર્ય કરવાનો અવકાશ રહેતો ન હોવાથી મળેલું મનુષ્યપણું વ્યર્થ જતું જણાય છે. આમ આવાં વિનો રહિત અને સંસારી સુવિધા સહિત મનુષ્ય જન્મની પ્રાપ્તિ કરવા માટે મહતુ મહતું પુણ્યનો ઉદય જીવને જોઈએ છે.
પાંચ ઇન્દ્રિય, મન, તંદુરસ્ત દેહ, જીવનની સુવિધાઓ, આર્ય ક્ષેત્ર, આદિ સહિતનો મનુષ્ય જન્મ મળ્યો હોય તેમ છતાં દુર્ભાગ્યને કારણે શ્રી સત્પરુષ પાસેથી સત્કર્મનું શ્રવણ કરવાનો યોગ ન મળે તો પણ તે જન્મ સફળ થઈ શકતો નથી. મનુષ્ય જીવનની અગત્ય શું છે, તેનો સદુપયોગ કેમ કરવો, તેનાથી જીવને શું લાભ
૩૨૨