________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
થાય છે, ઈત્યાદિ વિશે જીવને પરમેષ્ટિ ભગવંત પાસેથી જ જાણકારી આવે છે. જ્યાં સુધી સાચા માર્ગનાં મહત્ત્વનું શ્રવણ જીવને મળતું નથી ત્યાં સુધી તે જીવ મળેલી સાંસારિક સુવિધાઓનો દુરુપયોગ કરી આવેલી કલ્યાણકારી તક ગુમાવી બેસે છે અને પરિણામે દુ:ખી થાય છે.
કદાચિત મનુષ્યને ભાગ્યયોગે સત્કર્મનું શ્રવણ કરવાનો લાભ મળે, અને વિકાસ કરવાની અમૂલ્ય તક સાંપડે, પણ જો સંસારી સુવિધાઓનું અને તેનો ભોગવટો કરવાનું અદમ્ય આકર્ષણ તેને વેદાતું હોય અર્થાત્ મોહનીય કર્મનો જોરદાર ઉદય હોય તો તે જીવ જે કંઈ પરમેષ્ટિ ભગવંત પાસેથી સાંભળે છે કે જાણે છે તેને ગૌણ કરી નાખે છે. અને એવા ભાવમાં ચાલ્યો જાય છે કે અત્યારે તો આ બધાં સુખ માણી લઉં, પછીથી ધર્મનો વિચાર કરીશ. પણ સદા યૌવનવંત સંસાર ભોગવવાની તૃષ્ણા એટલી વધતી જાય છે કે જીવનના અંતકાળ સુધી તેને ધર્મનું યોગ્ય શ્રદ્ધાન થતું નથી. તેને તે વખતે આત્મસુખ કરતાં સંસારસુખ કે સંસારની શાતાનું મહત્ત્વ ઘણા વધારે પ્રમાણમાં અનુભવાય છે. અને તે મનુષ્ય સંસારની મોહજાળમાં અટવાઈ જઈ મળેલા મનુષ્ય જન્મને નિરર્થક કરી નાખે છે.
ઘણીવાર ભાગ્યોદયે મનુષ્ય આ વિનને પણ પાર કરે છે. સત્કર્મનું શ્રવણ થતાં પરમેષ્ટિ ભગવંતનો ઉપકાર ઝીલી, સંજ્ઞાનો સદુપયોગ કરી તે જીવ સાચા ધર્મનું શ્રદ્ધાન પણ કરી શકે છે. આમ સત્કર્મનું શ્રવણ અને સદાશ્રય તેને મહતું પુણ્યના યોગથી અને જ્ઞાનીપુરુષની કૃપાથી પ્રાપ્ત થાય છે, તે વખતે સંચિત કરેલો પુણ્યોદય થતાં જીવનમાં શાતાના ઉદયો તેને આવે છે અને અનાદિકાળથી સંસારની શાતા વેદવાની ઝંખનાની સફળતા જોઈ તે જીવ પૂર્વ અભ્યાસને કારણે શાતાના ઉદયોમાં અટવાઈ જાય છે. પરમેષ્ટિ ભગવંતે કરેલા ઉપકારના આભારભાવને ગૌણ કરી તે જીવ સંસારની શાતા મેળવવા અને ભોગવવામાં લપટાઈ જાય છે. પરિણામે તે જીવ મળેલી સર્વ સુવિધાઓનો આત્મકલ્યાણ માટે સદુપોગ ન કરતાં, સંસારની મોહજાળમાં ફસી વિપરીતપણે વર્તી મનુષ્ય જન્મને નિરર્થક કરી નાખે છે. જ્યાં સુધી જીવ સધર્મનું આરાધન યથાયોગ્યપણે કરતો નથી ત્યાં સુધી મનુષ્ય જીવનનું સાચું સફળપણું સંભવતું
૩૨૩