________________
કેવળી પ્રભુનો સાથ
નથી. કારણકે પૂર્ણ શુદ્ધિ પામ્યા પહેલાં પ્રત્યેક જીવને માટે પ્રમાદમાં જાય તો સંસારનું લંબાણ થઈ જાય છે. આવો પ્રમાદ ન આવવા દેવા માટે જીવને શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના સતત સાથની સદાય જરૂરત રહે છે.
આ અપેક્ષાનો વિચાર કરીએ તો જીવને મળતી મેષોન્મેષથી શરૂ કરી શૈલેશી અવસ્થા પર્વતની શાતાનું કારણ પંચપરમેષ્ટિ પદમાં બિરાજતા એક માત્ર પુરુષ જ છે. પંચપરમેષ્ટિમાં સમાવેશ પામનાર પ્રત્યેક સપુરુષ મનુષ્ય દેહમાં જ હોય છે, અને તે દેહથી જ સ્વપરનું યથાર્થ કલ્યાણ કરવા માટે જીવ શક્તિમાન થાય છે. સ્વપર કલ્યાણ કરી શકવાની આવી અદ્ભુત શક્તિ મનુષ્યને શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના કયા પ્રકારના સાથથી આવે છે, તેની વિચારણા કરવી એ આપણા મનુષ્યદેહને સફળ કરવા માટે ચાવી રૂપ બની રહેશે.
સંસારનું પરિભ્રમણ શરૂ કરવા માટે તથા એકેંદ્રિયપણાથી સંજ્ઞી પંચેન્દ્રિયપણા સુધી વિકાસ કરવા માટે શ્રી જ્ઞાનીપુરુષે ભાવેલો અને સેવેલો કલ્યાણભાવ ઉત્તમ કાર્ય કરે છે. આવા જ્ઞાની પુરુષો તેમણે પ્રાપ્ત કરેલી આત્માની શુદ્ધિ તથા સેવેલા કલ્યાણભાવના પ્રમાણમાં તરતમતાવાળા ઈષ્ટપદની પ્રાપ્તિ કરે છે. અમુક જ જીવોનું કલ્યાણ કરવાની ભાવના ધરાવે તે ઈષ્ટદેવ કહેવાય અને જીવ સમસ્તના કલ્યાણ કરવાના ભાવની ઉત્તમતાએ ક્ષમતા પામે તે “પરમ ઈષ્ટ” કહેવાય છે. પ્રાપ્ત કરેલી શુદ્ધિ અને શક્તિના પ્રમાણમાં તે આત્મા પરમેષ્ટિપદના પાંચ પ્રકારમાંથી કોઈ એક પ્રકારમાં ગણના પામે છે. જેમ શુદ્ધિ તથા કલ્યાણ કરવાની શક્તિની માત્રા વધારે તેમ પરમેષ્ટિપદ ઊંચું અને જેમ તે બંનેનું બળવાનપણું ઓછું તેમ પરમેષ્ટિપદ નીચું હોય છે. અલબત્ત, પ્રત્યેક પરમેષ્ટિને ઓછામાં ઓછી અમુક માત્રામાં શુદ્ધિ તથા કલ્યાણ કરવાની શક્તિ જરૂરી છે, તે કક્ષાની શુદ્ધિ અને શક્તિ પામ્યા પછી જ તે આત્મા “પરમ ઈષ્ટ” ની પદવી મેળવે છે. આવી પદવી પામેલા જુદી જુદી કક્ષાના જીવો માટે આપણે શ્રી સત્પરુષ અથવા જ્ઞાની પુરુષ શબ્દ પ્રયોજીએ છીએ કારણ કે તેમના માટે આ કક્ષાએ પહોંચવું અનિવાર્ય છે. પુરુષની દશા પામ્યા પહેલાં જીવ પંચપરમેષ્ટિ પદનો ઉદય મેળવતો નથી.
૩૨૪