________________
સત્પુરુષ અથવા જ્ઞાની ભગવંતના પાંચ પરમ ઈષ્ટ સ્વરૂપ આ ક્રમમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વી. જીવ સમસ્તનાં કલ્યાણના ભાવ વેદનાર જીવ આમાંની કોઈ પણ પદવી તેની સત્પાત્રતા અનુસાર મેળવે છે.
છે
—
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
જે જીવે અનેક ભવો સુધી ચડતા ક્રમમાં જીવ સમસ્તનાં કલ્યાણના ભાવ ભાવ્યા હોય, વળી જેમ જેમ તેમના આત્માની શુદ્ધિ વધતી જાય તેમ તેમ તેમની કલ્યાણભાવના પણ બળવાન થતી જાય અને એક મનુષ્ય જન્મમાં એ ભાવના ઉત્કૃષ્ટતાએ પહોંચી તેમનું કલ્યાણકાર્યનું કર્મ નિકાચીત થાય ત્યારે તે જીવને “તીર્થંકર નામકર્મ” બંધાય છે. જેમણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હોય છે તેઓ તે પછીના મનુષ્ય જન્મમાં ક્ષપક શ્રેણિએ ચડી પૂર્ણ શુધ્ધ થઈ અર્થાત્ સર્વ ઘાતી કર્મોથી પૂરા નિવૃત્ત થઈ તીર્થંક સ્વરૂપે સાધુ,સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ધર્મ પ્રવર્તન કરે છે. જગતના સમસ્ત જીવોમાં શ્રી તીર્થંકર પ્રભુની કલ્યાણભાવના સૌથી બળવાન અને સૌથી વિસ્તૃત હોય છે. તેઓ તીર્થંકર નામકર્મ બાંધે છે ત્યારથી તેમની કલ્યાણભાવના ઘણી સબળ હોવા છતાં છદ્મસ્થ અવસ્થામાં તેઓ મુખ્યતાએ મૌનપણે જ વિચરતા હોય છે કારણ કે તેમના અંતરમાં એવો ભાવ વર્તતો હોય છે કે પૂર્ણતા મેળવ્યા વિના ધર્મપ્રભાવના મારે કરવી નથી. જેટલી અપૂર્ણતા હોય તેટલી અપૂર્ણતા અપાતા બોધમાં પણ આવે. અને અધૂરો બોધ જીવને પૂર્ણ હિતકારી ન થાય. માટે પૂર્ણ હિતકારી બોધ જગતજીવો પામે એ હેતુથી તેઓ સર્વજ્ઞપણું આવ્યા પહેલાં દેશના આપતા નથી, અને પૂરા સંયમી રહે છે. એ કાળ દરમ્યાન સહુ જીવો સાથેનો મૈત્રીભાવ તેઓ સતત વધારતા જાય છે.
તેમનો જગતજીવો સાથેનો મૈત્રીભાવ અને કલ્યાણભાવ અમુક સમયે ઉત્કૃષટતાએ પહોંચે છે, અને તે સમયે તમામ જીવો એકબીજા સાથેના વેરનો ત્યાગ કરી એક સમય માટેની શાતાનું વેદન કરે છે. શ્રી તીર્થંકર પ્રભુના ગર્ભપ્રવેશ સમયે, જન્મ સમયે, દીક્ષા કાળે, કેવળજ્ઞાન પ્રગટાવે ત્યારે અને તેઓ નિર્વાણ પામે ત્યારે – એ પાંચ સમયે એમના ઉત્કૃષ્ટ ભાવના પ્રભાવથી સમસ્ત જીવો તેમની સાથે વેર ત્યાગે છે
૩૨૫