________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
ક્ષણિક છે', “પ્રત્યેક શાતા પાછળ દુ:ખ ડોકાઈ રહ્યું છે', “સંસારની શાતાથી છૂટી આત્માની શાશ્વત શાંતિ માટે પુરુષાર્થ થવું યોગ્ય છે,’ વગેરે પ્રકારની હકીકતનું ભાન જ તેમને આવતું નથી, અને કદાચિત પુણ્યયોગે પ્રભુની કે મહામુનિની દેશના સાંભળતી વખતે આવું સભાનપણું આવે તો તે ટકતું નથી. ત્યાંથી નીકળ્યા પછી પોતાને મળેલી સુવિધા માણવામાં એ દેવો એવા ગરક થઈ જાય છે કે તેમણે સાંભળેલો શ્રી પ્રભુનો બોધ નિષ્ફળ જાય છે. ભૌતિક સુખના ભોગવટામાં એકાકાર થઈ “આત્મિક સુખ મેળવવાનો લક્ષ' તેઓ બાંધી શકતા નથી. કદાચિત પુણ્યયોગે આ લક્ષ બંધાય તો પણ તે લક્ષ જાળવી, આત્મસુખ માટે પુરુષાર્થ કરી શકતા નથી. આમ છતાં પૂર્વની મનુષ્ય ગતિમાં જે જીવોએ આત્માર્થે વિકાસ કર્યો હોય છે, તેવા દેવો મુખ્યતાએ ધર્મારાધનમાં કાળ વ્યતીત કરી શકતા હોય છે. આવા પુણ્યશાળી આત્માઓના સંપર્કમાં રહેનારા દેવો, કર્મભૂમિમાં વિકાસ સાધતા આત્માઓ વિશે શુભભાવ સેવી ‘સમકિત’ પામવા જેટલી પાત્રતા કેળવી શકે છે. દેવભૂમિમાં ભૌતિક સુખોનો હલ્લો એટલો બળવાન હોય છે કે તે દેવો ક્યારે પણ યથાર્થ ચારિત્રપાલન કરી શકતા નથી, આત્મવિશુદ્ધિ વધારી શકતા નથી. પૂર્વના મનુષ્ય જન્મમાં સાધેલી આત્મવિશુદ્ધિને એક પગલા જેટલું પણ ઊંચી કરી શકતા નથી. આ દેવો વધુમાં વધુ મિથ્યાત્વ દબાવી ક્ષયોપશમ સમકિત લેવા જેટલો જ પુરુષાર્થ કરી શકે છે. તેથી તો મનુષ્ય જીવનમાં સાતમા ગુણસ્થાન સુધીનું ચારિત્રપાલન કરનાર દેવ રૂપે ચોથા ગુણસ્થાને આવી જાય છે. તેનાથી ઉપરના ગુણસ્થાને તેઓ ટકી શકતા નથી, આવી શકતા નથી. દેવોને આમ આત્મવિકાસ કરવા માટે ઘણી સુવિધાઓ મળતી હોવા છતાં, વર્તમાન હસુખના ભોગવટાની લાલસા, અને લીનતાને કારણે સુવિધાઓનો તેઓ પૂરતો લાભ લઈ શકતા નથી. બીજી રીતે કહીએ તો દેવલોકમાં જીવને મોહનીયનું પ્રાબલ્ય એટલું બધું હોય છે કે તેઓ મોહને સહેલાઇથી ક્ષીણ કરી શકતા નથી. આમ છતાં દેવો જો યોગ્ય ભાવ તથા પુરુષાર્થ કરે તો જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ વધારી શકે છે, જે તેમને ભાવિના મનુષ્યજન્મમાં ઉપકારી થાય છે. તેમ છતાં વર્તતી સુખબુદ્ધિને કારણે જ્ઞાનાવરણ બંધાતું રહેતું
૩૧૯