________________
કેવળી પ્રભુનો સાથ
વેદનાના ઉપદ્રવ તેમને પીડતા નથી. આ ઉપરાંત દેવોને પોતાનું શરીર વિક્ર્વવાની શક્તિ, પોતાનું ક્ષેત્ર ત્યાગી અન્ય ઇચ્છિત ક્ષેત્રે જવાની શક્તિ, અને બીજી કેટલીયે ઋદ્ધિઓ વરેલી હોય છે. વળી આ દેવો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવની અવધિ અનુસારની જાણકારી પણ ધરાવતા હોય છે. આવી અનેક પ્રકારની સુવિધાની શાતા દેવોને રહ્યા જ કરે છે. આ સુવિધાઓ અને શક્તિઓના કારણે દેવોને જ્ઞાનીપુરુષ ક્યાં બિરાજે છે, તેની દશા કેટલી વર્ધમાન થયેલી છે, તેમનો ઉપકાર કેટલો મોટો છે તે સર્વ વિશેની જાણકારી તેઓ લઈ શકે છે. એ ઉપરાંત તેઓ શ્રી તીર્થંકર પ્રભુ કયાં બિરાજે છે, તેમની દેશના કયારે છૂટવાની છે, તેની માહિતી પણ તેમને થયેલાં અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાનની સહાયથી મળ્યા કરે છે. આવા દેશના પ્રકાશવાના કલ્યાણકારી પ્રસંગે સમવસરણની રચના કરવી, દેશના માટેની ભૂમિ રંગબેરંગી અચેત ફૂલોથી સુશોભિત કરવી, દેવદુંદુભિ વગાડી જગતના જીવોને શુભ કાર્યની જાણ કરાવવી વગેરે શુભ પ્રવૃતિ દ્વારા આત્મકલ્યાણનાં દ્વારો ખોલવાનો તેમને અવકાશ મળે છે. શ્રી પ્રભુ જેવા ઉત્તમોત્તમ અત્માઓ જયાં વસતા હોય ત્યાં તેઓ સહેલાઈથી જવાની શક્તિ ધરાવતા હોવાને કારણે તેઓ રૂડા આત્માની સેવા કરવાનો લાભ તથા એવા પ્રભુની કૃપા મેળવવાનો લાભ પણ આ દેવો લઈ શકે છે. આવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા દેવો આત્મકલ્યાણનું પ્રથમ સોપાન ચઢી શકે છે. આ રીતે દેવોને મળતી અનેકવિધ સુવિધાઓનો વિચાર કરીએ તો આપણને સમજાય છે કે નારકી અને તિર્યંચ ગતિના જીવો કરતાં દેવોને આત્મકલ્યાણ સાધવાનો ઘણો ઘણો વિશેષ સંભવ રહેલો છે. તેમ છતાં એટલા બધા દેવો આત્મપ્રગતિ કરતા હોય તેવું જણાતું નથી. તેમ થવાનાં કારણો વિચારતાં લક્ષગત થાય છે કે તેમની આત્માર્થે પ્રગતિને સંધનારા કેટલાંક બળવાન તત્ત્વો પણ આ ક્ષેત્રમાં રહેલાં છે.
આ બધામાં અગ્રસ્થાને આવે છે તેમને મળતી ભૌતિક સુવિધાઓ. જો જીવ યથાર્થપણે સમજે નહિ તો બળવાન શાતાના નિમિત્તો જ દેવોને શાશ્વત સુખથી વંચિત કરતાં જાય છે. દેવોને ભૌતિક સુવિધાઓનો ભોગવટો લાંબા ગાળા સુધી એકધારો મળતો રહેતો હોવાથી, “સંસાર દુઃખમય છે', ‘શાતાનાં નિમિત્તો
૩૧૮