________________
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ
સન્માર્ગ મેળવવાની સુવિધા નારકીઓ કરતાં તિર્યંચ ગતિમાં વિશેષ રહેલી છે. તેમાં પણ જે સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચ નિહિંસક છે તેમને કલ્યાણ બાજુ વળવાનો અવકાશ વધારે રહે છે. આત્માની ઉચ્ચ અવસ્થાને પામેલા મુનિજનો પોતાનાં આરાધન અર્થે વસ્તીનો ત્યાગ કરી જંગલમાં એકાંતમાં વસે છે. આવા રૂડા આત્માઓનું સાનિધ્ય પામી, તેમની કલ્યાણભાવનાનો સ્પર્શ પામી તિર્યંચ પોતાનું ભવકટિનું કાર્ય આરંભી શકે છે. અથવા તો વસ્તીમાં રહેતાં નિહિંસક પશુપંખીઓ સુશ્રાવકો તથા મુનિના સંપર્કમાં આવી અત્મકલ્યાણનું કાર્ય કરી શકે છે. હિંસક પ્રાણીઓ તથા પંખીઓને કલ્યાણ કરવાનો અવકાશ ઓછો થઈ જાય છે કારણ કે એમનાં જીવનમાં રહેલી પરપીડન વૃતિ પાપની બહુલતા આપી કલ્યાણકાર્યથી તેમને વિમુખ રાખે છે. જે પશુસૃષ્ટિને આત્મવાદી મનુષ્યોના સંપર્કનો અવકાશ નથી તેમને તો નારકીની જેમ અપવાદવાળી સ્થિતિમાં જ આત્મકલ્યાણ કરવાનો સંભવ થાય છે. તેમ છતાં અસંભવ તો નથી જ. શ્રી મહાવીર પ્રભુના આત્માએ સિંહના ભવમાં સમ્યક્દર્શન પ્રગટાવ્યું હતું તે સુવિદિત છે. આ ઉપરાંત, પશુપંખીની સૃષ્ટિને પોતાના નિર્વાહ અર્થે, સ્વસંરક્ષણ માટે મોટાભાગનો સમય વ્યતીત કરવો પડતો હોય છે, એટલું જ નહિ તેમને દુઃખનું પણ બાહુલ્ય રહેતું હોવાથી કલ્યાણના અવકાશની માત્રા ઘણા મોટા પ્રમાણમાં તૂટી જાય છે. આમ હોવાથી સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચના મોટાભાગના ભવો આત્માર્થે અકલ્યાણમય બની વ્યતીત થતા હોય છે. આમ છતાં તિર્યંચ ગતિમાં જીવ પાંચમાં ગુણસ્થાન સુધીનો વિકાસ કરી શકે છે તે નોંધનીય બીના છે.
નારકી તેમજ તિર્યંચ કરતાં આત્મકલ્યાણ કરવા માટેની સુવિધા દેવોને થોડી વિશેષ મળે છે. પૂર્વકૃત પુણ્યના પ્રભાવથી જીવને દેવગતિ લાભે છે, અને ત્યાં અન્ય સર્વ ગતિઓ કરતાં શાતા વેદનીયરૂપ ભૌતિક સુખોનું પ્રમાણ સવિશેષ હોય છે. તેમને શાતા મેળવવા ઝાઝી મહેનત કરવી પડતી નથી. દેવલોકમાં જાતજાતનાં અને ભાતભાતનાં કલ્પવૃક્ષો રહેલાં છે, તે કલ્પવૃક્ષો પાસે ઇચ્છિતની માગણી કરવાથી તેમની ઈચ્છા સહજતાએ અને આસાનીથી પૂરી થતી જાય છે. દેવોને જીવનની બધી જરૂરિયાતો આ કલ્પવૃક્ષો પૂરી પાડે છે. વળી દેવોને નીરોગીપણું હોય છે, રોગની
૩૧૭