________________
ક્ષમાપના
આત્મા માટે જે શ્રેયરૂપ છે તેનું આરાધન સ્વચ્છંદ છોડીને કરવાનું હોય છે. એ આરાધન કરવાથી જીવ શ્રેષ્ઠતમ તત્ત્વ પામી શકે છે. પરંતુ ઘણીયે વાર જીવ ક્ષણિક સુખના મોહથી મહાત્ થઈ, સ્વચ્છંદે ચાલી શ્રેયથી દૂર જવાય તેવી પ્રવૃત્તિ કરી અશ્નેય કરે છે. ભૂતકાળમાં ક્ષણિક સુખની લાલચમાં સતત રડવડતો રહ્યો, અને એથી આત્માનાં અનંત અવ્યાબાધ સુખથી વિભક્ત રહ્યો, એ હકીકત સૂચવે છે કે સંક્ષીપંચેન્દ્રિયપણામાં વિવેકશક્તિ પ્રાપ્ત થઈ હોવા છતાં જીવે તેનો ક્યારેય યથાર્થ ઉપયોગ કર્યો ન હતો. આવી અવળી વર્તના જીવનું મૂઢપણું ફલિત કરે છે. સાચું સમજવાની પાત્રતા હોય, સાચું સમજવા માટેનો યોગ હોય, તેમ છતાં તેની રુચિ કરવાને બદલે વિરુદ્ધ બાજુ ખેંચાવું તે જીવનું મૂઢપણું જ કહેવાય. આવી મૂઢદશામાંથી જીવ કેટલીયે વખત પસાર થયો હતો. કારણ કે પ્રભુએ તો કહેવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું, જીવે કરવું જ બાકી રાખ્યું હતું, કારણ કે ક્ષણિક સુખની લાહયમાં જીવે તે પ્રતિ સતત દુર્લક્ષ સેવ્યા કર્યું હતું. આ સત્યનું ભાન થતાં જીવ શ્રી પ્રભુ સમક્ષ એકરાર કરે છે કે, “હું મૂઢ છું”.
-
ભૂતકાળમાં, પોતે આચરેલી મૂઢતાના ફળ રૂપે જીવને સતત આશ્રય રહિત, કર્મે દીધેલા ધક્કા અનુસાર કેટલીયે અણગમતી જગ્યાએ અનેક પ્રકારનાં દુ:ખો ભોગવતાં ભોગવતાં ૫૨વશપણે રહેવું પડયું હતું. આ સર્વ દુઃખો દૂર ક૨વા માટે વિવિધ પ્રયત્નો કરવા છતાં, અનેક પ્રકારે ઝાંવા નાખવાં છતાં, તેમાંથી – તે દુ:ખથી કોઈએ બચાવ્યા નહોતા; કેટલીક વખત બચાવવા માટે કોઈએ શક્ય તેવા બાહ્ય પ્રયત્નો કર્યા હતા ત્યારે સાધારણ શાતા મળી હતી, તે સિવાય તેઓ અસફળ જ રહ્યા હતા. આ અનુભવ સ્મૃતિમાં આવતાં જીવ પ્રભુને જણાવે છે કે, “હું નિરાશ્રિત છું, અનાથ છું.” તેને પોતાનું આશ્રયરહિતપણું અને અનાથપણું પળે પળે અનુભવમાં આવતું રહે છે.
જે પ્રકારની પરિસ્થિતિથી બચવું હોય તે પ્રકારમાં સમર્થ હોય તે જ તેમાંથી બચાવી શકે. અસમર્થ પાસે એ માટે સહાય માગવામાં આવે અથવા આશ્રય લેવામાં આવે તો તેઓ ઈચ્છા હોવા છતાં પણ મદદરૂપ થઈ શકતા નથી. અર્થાત્ યથાયોગ્ય રીતે બચાવી શકતાં નથી. એ જ રીતે જ્યાં સુધી જીવ આશ્રય માગતો નથી ત્યાં સુધી બીજા કોઈ તેની જવાબદારી લેતા નથી. જેમકે એક બાળકનું તેના માતાપિતા રક્ષણ
૯૯