________________
કેવળી પ્રભુનો સાથ
તે
કરે છે, તથા તેની જવાબદારી લઈ જરૂરિયાત પોષતા રહે છે. પરંતુ તે જ માતાપિતા જે તેના આશ્રયે નથી તેવા બાળકની જવાબદારી લેતા નથી. ઉદા. ત. પાડોશીનાં કે અન્ય બાળકો. આમ હોવાથી જો સંસારના પરિતાપોથી બચવું હોય તો એ તાપથી બચાવી શકે એવા સમર્થ હોય તેના આશ્રયે જવું જ પડે. સમસ્ત સંસારમાં યથાર્થ રક્ષણ કરી આત્માની જરૂરિયાત પોષી શકે એવી એક પણ સંસારી વ્યક્તિ નથી, તેથી જીવને અનુભવવું પડે છે કે પોતે નિરાશ્રિત છે, અનાથ છે. આ નિરાશ્રિતપણાથી અને અનાથપણાથી છૂટવા માટે, તે બાબતમાં સમર્થ એવા સર્વ આત્મગુણોના અનુભવી શ્રી સર્વજ્ઞ દેવ તથા તેમના આશ્રયે મોક્ષમાર્ગમાં ચાલતા શ્રી સદ્ગુરુ દેવનાં શરણે જવાથી જીવનું નિરાશ્રિતપણું તથા અનાથપણું ટળી શકે છે. એ સમજણનું દઢપણું ક્રમે ક્રમે જીવમાં આવતું જાય છે.
આ વચનોથી સ્પષ્ટ સમજાય છે કે સ્વદોષદર્શન કર્યા પછી આગળ ધપવું હોય તો, તે દોષથી નિવર્તવાનો ઉપાય શોધવો તે મુખ્ય કાર્ય બની જાય છે. સ્વદોષદર્શન કરવા તરફ વળેલા જીવને પોતાનું મૂઢપણું, નિરાશ્રિતપણું તથા અનાથપણું બરાબર સમજાય તો જ તેનાથી છૂટવા માટેનો પુરુષાર્થ આદરી શકે. એટલે કે મૂઢતાદિથી છૂટવા માટે તે સાચી વસ્તુ હ્રદયથી સ્વીકારવા અને ગ્રહણ કરવા તૈયાર થાય. બીજી રીતે કહીએ તો હ્રદયની પાટી ચોખ્ખી થતાં જે સત્ય લખાણ તેમાં કરવામાં આવે તેનું યથાર્થ ગ્રહણ તેનાથી થઈ શકે. પાટી ચોખ્ખી કરવા માટે જીવે “પોતાપણું”, “હું પણું”, “મારા પણું”, “હું જાણું છું” વગેરે અહમ્ તથા મમસૂચક ભાવો અને સ્વચ્છંદ છોડવાના રહે છે. તો જ સદ્ગુરુ તથા સત્પુરુષ જે સદ્બોધ અથવા તો માર્ગદર્શન આપે છે તેનો સ્વીકાર એ જીવથી થઈ શકે છે. તેથી સંસારના પરિતાપો સહન કરતી વખતે જીવને જે અશરણતા તથા અનાથતાનો અનુભવ કરવો પડે છે. તેનાથી પર થવા તે જીવ ઉત્તમ પુરુષના શરણમાં જવાનો નિર્ણય કરી શ્રી પ્રભુને કહે છે કે –
“નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ચહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું.”
૧૦૦