________________
ક્ષમાપના
સંસારમાં પોતાને વર્તતો નિરાશ્રિતપણાનો તથા અનાથપણાનો બળવાન અનુભવ જીવને થાય છે ત્યારે તે સાચા આશ્રય અને શરણાની શોધમાં નીકળે છે. યથાર્થતાએ પ્રભુનું સ્વરૂપ પામવાના ભાવ થતાં જીવને પ્રભુનાં આંતરિક સ્વરૂપનો વિશેષ પરિચય થાય છે. પ્રારંભિક બાહ્યદષ્ટિ જે અંતર્મુખ થવા લાગી હતી તે દૃષ્ટિ હવે ઊંડાણ ધારણ કરે છે. ઊંડાણમાં જતી એ દૃષ્ટિ પ્રભુને અવિરત વર્તતાં “નીરાગીપણા” વિશે સ્થિર થાય છે. સ્વાનુભવ પ્રમાણે જ્યાં જ્યાં તેની દૃષ્ટિ જાય ત્યાં ત્યાં રાગ અથવા તો દ્વેષની વૃત્તિ જીવને થયા કરે છે, તેની સામે આખા જગતનું દર્શન હોવા છતાં તે પ્રતિ નીરાગી પણું સેવતા પ્રભુને જોઈ તે આશ્ચર્યચકિત થઈ જાય છે. પ્રભુના આંતરસ્વરૂપમાં રહેલી આ મહાનતા તેને સમજાવા લાગે છે, તેથી તે શ્રી પ્રભુને “નીરાગી પરમાત્મા” તરીકે સંબોધી ઊઠે છે.
શ્રી પ્રભુનું નીરાગીપણું સમજાયા પછી તેને લક્ષ થાય છે કે તેમના રાગરહિતપણાને કારણે જ તેમનું આત્મિક સુખ ટકેલું છે. આ રાગરહિતપણાની અવસ્થા મેળવવા જીવ નીરાગી પરમાત્માને શરણે જાય છે. જીવ પોતાની આંતરવૃત્તિથી નીરાગી પરમાત્માનું, તેમણે બોધેલા ધર્મનું, તેમના બોધને આચરણમાં ઉતારતા મુનિજનોનું શરણું સ્વીકારે છે.
જીવને મનુષ્ય જીવનમાં પામવા યોગ્ય ધ્યેય છે તે નીરાગી પરમાત્મપણું છે, તેથી તે અવસ્થાએ પહોંચેલા શ્રી પ્રભુનું શરણું લેવું આવશ્યક હોવાથી, સૌ પ્રથમ તે નીરાગી પરમાત્માને શરણે જાય છે. જે માર્ગનું આચરણ કરીને પ્રભુએ નીરાગી અવસ્થા પ્રાપ્ત કરી, તે જ માર્ગનાં આચરણ દ્વારા પોતાને પણ નીરાગી અવસ્થા પ્રાપ્ત થાય તે નિર્વિવાદ સાચી સમજણ છે. તે સમજણને આધારે, પોતે તે માર્ગે રહેવા તથા તે માર્ગ આચરવા કૃતનિશ્ચયી બન્યો છે તે દર્શાવવા “તમારા ધર્મનું” શરણ રહું છું એમ તે કહે છે. કર્મભૂમિમાં બેઠેલો જીવ આ નિર્ણય કરે છે તે સમયે પ્રભુ તો સિદ્ધભૂમિમાં બિરાજી ગયા છે, એટલે જે સમયે પ્રભુ આ માર્ગ આચરતા હતા ત્યારે તેઓ કેવી રીતે વર્તતા હતા, કેવા સ્થિતિ તથા સંજોગોમાંથી પસાર થતા હતા તેનું પ્રત્યક્ષપણું આવી શકે નહિ, અર્થાત્ તેનો યથાયોગ્ય અનુભવ થઈ શકે નહિ. તે સ્થિતિનું તાદશપણું કરવું હોય તો
૧૦૧