________________
કેવળી પ્રભુનો સાથ
અશાતાના ઉદયો તેને આવતા જ જાય છે; અને તે શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક, રાજકીય કે અન્ય સ્વરૂપે એ મુશ્કેલીઓ ભોગવવા માંડે છે. એવે વખતે તે પ્રભુનાં શરણે જઈ તેમને સાથ આપવા વિનવે છે તો તેને પ્રભુ તરફથી આશ્વાસન અને સહાય મળે છે, તેથી તે નવાં બંધનથી ઘણો બચી જાય છે. નહિતર પાછો તે ભૂલોની પરંપરામાં અટવાઈ પોતાનું અહિત કરતો થઈ જાય છે. જે જીવ પ્રભુનાં શરણમાં જાય છે તે વખતે તે પ્રાર્થનાના માધ્યમથી પ્રભુની કૃપાનું કવચ પહેરી નવી ભૂલોમાં વધુ જકડાતો અટકી જાય છે. પ્રભુ તેને સમજાવે છે કે “આ સંસાર તો આવો દુ:ખમય જ છે, તેને છોડી સ્વરૂપની પ્રાપ્તિ માટે જા, તેમાંથી તને અનંત, અપાર આનંદનો અનુભવ મળશે. અને એ અનુભવ કરવાની તાલાવેલીમાં તારું દુઃખ ક્યાં પૂરું થઈ ગયું તેનું પણ લક્ષ નહિ આવે. પ્રભુનો ભક્ત દુ:ખી હોતો નથી, અને દુ:ખ હોય તો તે વેદતો નથી.” આ વચન અનુસાર સ્વસુખની અનુભૂતિ મેળવવા સંસારી અશાતા પ્રતિ દુર્લક્ષ કરી પ્રભુની કૃપાનાં સુખમાં એકરૂપ થતો જાય છે. પરિણામે તેને સંસારી અશાતા સંસારસમુદ્ર તરવા માટે નૌકા બની જાય છે. પરમાર્થ તરફ વિકાસ કરવામાં જીવને જ્યારે સંસારની મુશ્કેલીઓ પડે છે અને સ્વરૂપની ભક્તિ કરવામાં બાધા કરે છે ત્યારે તે વિવિધ પ્રકારની મુશ્કેલીઓમાં કેવી કેવી પ્રાર્થના કરી સંસારી પાશથી બહાર નીકળતો જાય છે તે આપણે વિચારીએ.
કોઈક જીવને પરમાર્થ પ્રવૃત્તિ કરવાના ભાવ છે, પરંતુ કુટુંબમાં એટલો ક્લેશ અને ધર્મની અરુચિ પ્રવર્તે છે કે ધર્મપ્રવૃત્તિ કરવી તેના માટે અસંભવ જેવી થઈ જાય છે. વળી, એ જીવ પરમાર્થ પ્રવૃત્તિ ત્યાગી સંસારમાં રત રહે તો આ વિષમ સંજોગોથી મુક્ત થવું સહેલાઈથી બને નહિ. કારણ કે અશુભ કર્મોના ઉદય ભોગવતી વખતે શ્રી પ્રભુનાં શરણ અને સાથ વિના જીવ અનેક વખત આર્ત તથા રૌદ્રધ્યાનમાં ચાલ્યો જાય છે, પરિણામે અઢળક નવાં અશુભ કર્મો બંધાય છે અને તેનું અશાંતિમય ભાવિ જીવન નિર્માઈ જાય છે. તે જીવ બીજી રીતે, વિપરીત સંજોગોમાં રહીને શાંત પરિણામ જાળવી શકતો નથી અને પરમાર્થ પ્રવૃત્તિ કરી શકવા જેટલી સાનુકૂળતા પણ તેને મળતી નથી. આવા સંજોગોમાં તે જીવ શ્રી પ્રભુનું શરણ સ્વીકારી,
૪૦