________________
પ્રાર્થના
શ્રદ્ધા કેળવી, પોતાનાં અવળાં કર્મો સવળાં કરવા પ્રાર્થના કરે તો તેને લાલરૂપ થાય. જેમકે –
“હે ભગવાન! હું આપનું બાળક છું. આપ મારા પર કૃપા કરો. આપ તો કરુણાના સાગર છો. સહુને સાંત્વન આપવા આપ સદાય તત્પર રહો છો. મારા સ્વચ્છંદને કારણે તથા મારી ઉન્મત્તતાને કારણે આપની આ નિષ્કારણ કરુણાની કદર મેં કરી ન હતી, અને તેથી સહુ જીવોને દુઃખ આપવાની પ્રવૃત્તિ અવિચારીપણાથી મેં જારી રાખી હતી. સહુની શાંતિનો ભંગ થાય એવાં ક્રૂર વર્તનો મેં અનેક વખત કર્યા હશે, જેના પરિણામે તે સહુ પીડિતજનો મારી આસપાસમાં આવી, મારાં ગેરવર્તનનો બદલો લેતાં હોય તે રીતે મને કષ્ટ તથા પીડા પહોંચાડી રહ્યા છે. મને થતી અશાંતિમાં તેમને આનંદ મળતો હોય તેવું દેખાય છે. હે દયાનિધિ! આવી કષ્ટકારી સ્થિતિ મારાથી સહન થતી નથી. પરવશપણે તે સ્થિતિ સહન કરતાં કરતાં ભૂતકાળમાં મેં ચલાવેલા ગેરવર્તનનો, કરેલા સદોષ અહંભાવનો મને ખૂબ જ પશ્ચાત્તાપ થાય છે. મને થાય છે કે પીડા પહોંચાડતી વખતે તે જીવોને કેવું કષ્ટ થતું હશે તેનો લક્ષ મેં શા માટે રાખ્યો નહિ? શા માટે મેં વિચાર્યું નહિ કે આ પ્રકારની પીડા મારે ભોગવવાની હોય તો મારું શું થાય? કરુણાનિધિ! શબ્દોથી વર્ણવી ન શકાય એવા પશ્ચાત્તાપ સાથે હું આપના શરણમાં આવું છું. મને ખૂબ સાથ આપો. અશુભથી મારું રક્ષણ કરો. જે જે પાપો પૂર્વકાળે મેં કર્યા છે, અવિચારીપણે જે જે જીવોને અત્યંત પીડા મેં પહોંચાડી છે તેનાં ફળરૂપે આજની કષ્ટદાયી સ્થિતિ ઉદયમાં આવી છે; તે સર્વ પાપો અને અવિચારી વર્તનથી થયેલા દોષોની આપની સાક્ષીએ ક્ષમા ચાહું છું. તે સર્વ અસત્કૃત્યો આપનાં શરણમાં રહી, બહુલતાએ નવાં કર્મો બાંધ્યા વિના નિવૃત્ત કરી શકું એવાં શક્તિ, બળ અને માર્ગદર્શન અને આપો. અસદ્વર્તનની માયાજાળથી મને છોડાવી, સદ્વર્તનની છાયામાં મને લઈ જાઓ કે જેથી આવા ઉન્માર્ગે ભાવિમાં હું કદી પણ જાઉં નહિ. મારા
૪૧