________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
અને થવાનાં પણ નથી, એ હકીકત સમજવાનો પ્રયત્ન કર. તે સર્વ પદાર્થો પર છે. તે તારાં નથી. તેમાં તું તારાપણું અનુભવી નાહકનો દુ:ખી થયા કરે છે. તો આ ખોટી સમજ છોડી, સત્યના માર્ગે જા, તો તને અનંત અપાર શાંતિનો અનુભવ મળશે.”
ના મારાં તન રૂપ કાંતિ યુવતિ, ના પુત્ર કે ભાત ના, ના મારાં ભૂત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતિ ના, ના મારાં ધનધામ યૌવનધરા, એ મોહ અજ્ઞાત્વનાં, રે! રે! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના.
(ભાવના બોધ, શ્રીમદ્ રાજચંદ્ર). શરીર, દેખાવ, સ્ત્રી, પુત્ર, ભાઈ એ મારાં નથી, વળી પૈસો, જગ્યા, યુવાની એ બધાં માટેનો મોહ એ અજ્ઞાનની જ નિશાની છે. હે જીવ! આ પ્રકારે સર્વ પદાર્થનું અન્યપણું તું વિચાર, જે બધાંને તે પોતાનાં માન્યાં છે, તે પોતાનાં નથી, આ અનુભવની જેમ જેમ તને સ્પષ્ટતા થતી જશે, તેમ તેમ તે પરપદાર્થોનું તારું આકર્ષણ ઘટતું જશે, તારી બીજા પાછળની દોટ નબળી થશે, અને તને સ્વનો વિચાર કરવાનો અવકાશ મળશે, આમ થવાથી તારી વૃત્તિઓની મોહને કારણે જે પડવાઈ થતી હતી, તે અટકી જઈ, સ્થિરતામાં તું પ્રવેશી શકીશ, માટે તું અન્યત્વ ભાવના ભાવ.
अण्णं देहं गिण्हदि जणणीअण्णा य हीदि कम्मदो । अण्णं होदि कलत्तं अण्णो वि य जायदे पुत्तो ||
આ જીવ સંસારમાં જે દેહ ધારણ કરે છે તે પોતાનાથી અન્ય છે, માતા છે તે પણ અન્ય છે, સ્ત્રી છે તે પણ અન્ય છે, તથા પુત્ર છે તે પણ અન્ય ઉપજે છે. આ સર્વ કર્મસંયોગથી આવી મળે છે.
– સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા – અન્યત્વ ભાવના (૮૦)
૨૨૭