________________
કેવળી પ્રભુનો સાથ
રહે છે, તેમ છતાં ત્યાં પણ દેવો અન્ય દેવોની વિશેષ ઋદ્ધિ જોઈ માનસિક પરિતાપ વેદે છે. દેવોને દેવીનો વિયોગ પણ પીડા પહોંચાડતો હોય છે. આમ દેવોને પણ દુ:ખરૂપ સામગ્રીનો અનુભવ વારંવાર કરવો પડે છે. મનુષ્યગતિમાં આપણે બધાં જીવીએ છીએ, આપણાં દુઃખો તો આપણને પ્રત્યક્ષ જ છે. અનિયમિત આયુષ્ય, રોગના ઉપદ્રવ, શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક, રાજકીય, સામાજિક આદિ સમસ્યાઓનો સામનો કરવો મનુષ્યને દુ:ખદાયી જ નીવડે છે. આમ વિવિધ રીતે વિશદતાથી શ્રી સત્પરુષ જીવને સંસારનું અશાતામય સ્વરૂપ સમજાવે છે. તે પર વિચાર કરતા જીવને સમજાય છે કે જે સુખ મેળવવા પોતે વલખાં મારે છે, તે સુખ તો અનંતકાળમાં માત્ર સંખ્યાતકાળ માટે જ મળે છે, અને તે પણ અનેક પ્રકારનાં અન્ય કષ્ટોથી વીંટળાયેલું હોય છે, એટલું જ નહિ પણ, તે સુખના ભોગવટામાં કરેલા કષાયનાં પરિણામરૂપે પાછું અનંતકાળનું દુઃખપ્રધાન પરિભ્રમણ કરવું પડે છે. સંસારભાવનાની આ રીતે અપાયેલી સમજણથી જીવ તેની પડતી વૃત્તિથી બચી જાય છે, અને ફરીથી સન્માર્ગમાં સ્થિર થવા ભાગ્યશાળી થાય છે. દુ:ખનાં દરિયામાં, સુખનું બિંદુ જ જીવને આ સંસારમાં પ્રાપ્ત થાય છે, એવી સમજણ જીવની સંસારની આકર્ષણની દિવાલમાં તિરાડ પાડે છે, અને તેની ડામાડોળ થયેલી વૃત્તિ સ્વસ્વરૂપ સમજવાની તથા મેળવવાની દિશામાં ફરીથી સ્થિર થાય છે. તેને પડતો બચાવી સુખ તરફ લઈ જનાર સત્પરુષ માટે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાનો વધારો થાય છે.
અન્યત્વ ભાવના સંસારભાવનાની સાથોસાથ કાર્યકારી બની જીવને અધોગતિમાં જતો અટકાવે અને સપુરુષનાં મહાભ્યનો પરિચય કરાવે તે છે અન્યત્વ ભાવના. જીવ અનાદિકાળથી સર્વ અવસ્થામાં દેહ, કુટુંબ, પરિગ્રહ આદિમાં સતત મારાપણું વેદતો આવ્યો છે. અને તે બધાનાં નિમિત્તથી દુ:ખ ભોગવ્યાં કર્યું છે. આવા દુ:ખમાં સાંત્વન મળે એવી મિષ્ટ અને ઈષ્ટ ભાષાથી શ્રી પુરુષ જીવને સમજાવે છે કે “જે બધાં પદાર્થોમાં તું ત્રણે કાળમાં મારાપણું કરતો આવ્યો છે તે કોઈ તારાં થયાં નથી, થતાં નથી
૨૨૬