________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
બે, ત્રણ તથા ચાર ઇન્દ્રિયપણે તે જીવ અનેક પ્રકારનાં કષ્ટ ભોગવે છે, છતાં સંજ્ઞાના અભાવને કારણે તે દુ:ખ અન્યને જણાવી શકતો નથી. અને પોતાની શાતાને મેળવવા માટે સંસી જીવો અસંજ્ઞી જીવોને કચડતા જ રહે છે, જે વેદનાનું વર્ણન શ્રી સર્વજ્ઞ ભગવાન સિવાય કોઈ કરી શકતું નથી. આ ત્રસકાય અસંજ્ઞી જીવો જન્મ તથા મૃત્યુનાં અસહ્ય દુ:ખ ઉપરાંત આવાં અનેક પ્રકારનાં દુઃખ ભોગવી અશાતા વેદતા રહે છે, તે આપણે જોઈ તથા જાણી શકીએ છીએ. આવા જીવો મહાબળવાન પુણ્યયોગે સંજ્ઞી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે ત્યારે તેઓ સંજ્ઞીપણે વધુમાં વધુ નવસો ભવ સુધી રહી શકે છે. આ નવસો ભવનો ગાળો ૨000 સાગરમાં અંતર્ગત થાય છે, એટલે કે જીવ પોતે પોતાની ઇચ્છા પ્રમાણે અમુક અંશે વર્તી શકે, સમજી શકે આદિ સંજ્ઞા સહિત થઈ શકે એવી પ્રવૃત્તિ તો અનંતકાળમાં માત્ર ૯૦) ભવ માટે જ કરી શકે છે. આથી સ્પષ્ટ થાય છે કે અનંતકાળ સુધી અનંત પ્રકારે દુ:ખો વેદ્યા પછી જીવને સાચું આરાધન કરવા માટે માત્ર ૯૦૦ ભવ જ મળે છે. આ ૯૦૦ ભવનો કાળ અન્ય કાળને હિસાબે ઘણો ઘણો નાનો કાળ કહી શકાય.
આ નવસો ભવની ગણતરીમાં ચારે ગતિનાં આયુષ્ય સમાવેશ પામે છે. તેમાંથી અડધાથી વધારે સંખ્યાના ભવો જીવને તિર્યંચ ગતિમાં જ પસાર થાય છે. આ ગતિનાં સર્વ દુ:ખો મનુષ્યને પ્રત્યક્ષપણે જોવા મળે છે. બળવાન તિર્યંચ કે મનુષ્ય અન્ય તિર્યંચોને જે રીતે પરેશાન કરે છે, દુ:ખ આપે છે તે કોઈથી અજાણ્યું નથી. તિર્યંચ ગતિથી ઓછી સંખ્યાના ભવો જીવને દેવ તથા નરકગતિમાં મળે છે. અને સૌથી ઓછી સંખ્યાના ભવો જીવને મનુષ્ય ગતિનાં આવે છે. તેમાં પણ કર્મભૂમિના મનુષ્ય થવાનું સુભાગ્ય તો એથી પણ નાની સંખ્યાનું જીવન હોય છે. તેમાંય જન્મથી હણાય, ગર્ભમાંથી હણાય વગેરે જન્મોની ગણતરી પણ મનુષ્ય જીવનની સંખ્યામાં ગણાઈ જાય છે. આ પરથી કર્મભૂમિનું સુવિધાવાળું મનુષ્ય જીવન કેટકેટલું દુર્લભ છે તેની તારવણી કરવી આપણે માટે કઠિન નથી. આ ઉપરાંત, નરકગતિનાં દુઃખો તો અવર્ણનીય છે એવો અભિપ્રાય સર્વ જ્ઞાનીપુરુષોનો છે. તે ગતિમાં અંશમાત્ર શાતાનો અનુભવ જીવને મળતો નથી. દેવગતિમાં શાતા જોવા મળે છે; અન્ય ગતિ કરતાં દેવોને શાતાના ઉદયો વિશેષ
૨૨૫.