________________
કેવળી પ્રભુનો સાથ
જે દેહમાં જીવ આયુષ્ય પર્યત રહી મારાપણું કરે છે, તે દેહ પણ જીવનો થયો નથી, તો બીજું કોણ તેનું થાય? સ્ત્રી, પુત્ર, કુટુંબ આદિ સર્વ જ્યાં સુધી શુભાશુભ લેણદેણ છે ત્યાં સુધી તેમની રીતે રહી, લેણ દેણ પૂરાં થતાં રસ્તે પડે છે. કર્મના સંયોગથી જ જીવને શાતા અશાતા મળતાં રહે છે, પણ કર્મને કારણે જીવ અહ તથા મમપણું કરતો હોવાથી શાતા અશાતાના વેદનથી છૂટી શકતો નથી, સુખી થઈ શકતો નથી.
एवं बाहिरदव् जाणदि रुवा हु अप्पणो भिण्णं ।
जाणं तो यि हु जीवो तत्थेवं च रच्चदे मूढः || આ પ્રમાણે પૂર્વોક્ત પ્રમાણથી સર્વ બાહ્યવસ્તુઓને આત્માનાં સ્વરૂપથી ન્યારી (ભિન્ન) જાણવા છતાં, પ્રગટપણે જાણવાં છતાં પણ આ મૂઢ મોહી જીવ તે પર દ્રવ્યમાં જ રાગ કરે છે. પરંતુ તે મોટી મૂર્ખતા છે.
– સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા – અન્યત્વ ભાવના (૮૧) જે પોતાની નથી એવી બાહ્યવસ્તુઓમાં રાગ કરી જીવ મોટી મૂર્ખાઈનું આચરણ કરે છે તેવી સમજણ જીવને અન્યત્વ ભાવનાથી આવે છે. તે સમજણના આધારથી જીવ સંસારી પદાર્થોનાં આકર્ષણનાં વેદનમાં પીછેહઠ કરે છે. આ પરવસ્તુનાં આકર્ષણમાં તેને જેટલા પ્રમાણમાં ઓટ આવે છે, તેટલા પ્રમાણમાં તેને પુરુષનાં વચનોમાં રહેલી સચ્ચાઈની ખાતરી થતી જાય છે. એમનાં વચનો કેટલાં અનુભવમૂલક છે તેની પ્રતીતિ તેને આવતી જાય છે. તેને લીધે સપુરુષની મુદ્રામાં રહેલી નિર્વિકારતા તેના પર વિશેષ પ્રભાવ પાડે છે. આ પ્રભાવથી જીવની ગુણગ્રાહી શક્તિ થોડી ખીલે છે. અને તેમના સમાગમ વખતે સત્પરુષની નિસ્પૃહતાની, નીરાગીપણાની તથા કલ્યાણભાવની અનુભૂતિ જીવને શુદ્ધ સ્વરૂપે સમજાવા માંડે છે. આ આત્મા સંસારી જીવોથી ઘણા જુદા પ્રકારનો છે તેવી અનુભૂતિ સ્પષ્ટ થતી જાય છે. એમના સાનિધ્યમાં તેને શાતા વળતી હોય, ઉગ તૂટતો હોય, કષાયો નબળા થતા હોય, વૃત્તિઓ શાંત થતી જતી હોય, તેવા અનુભવની માત્રા ક્રમથી વધતી જણાય છે.
૨૨૮