________________
આત્માનો અપૂર્વ સ્વભાવ
આવી અનુભૂતિનાં પરિણામે જીવને અંતરંગ સુખના નિમિત્તરૂપ શ્રી પુરુષની સાચી ઓળખ થતી જતી હોવાથી, તેમના પ્રતિના પ્રેમમાં વૃદ્ધિ થાય છે, અમુક અંશે તેમના પ્રતિનું નિશ્રાપણું આવે છે, અને આ પુરુષ સાચા છે એ વધતાં શ્રદ્ધાનના પ્રતિભાવમાં તેનું સંસારી પદાર્થોના આકર્ષણનું પ્રમાણ સત્પરુષના આકર્ષણ કરતાં ઘટતું જાય છે, અર્થાત્ વારંવાર એવા સંજોગ રચાય છે કે જ્યારે તેને સંસારી પદાર્થ કરતાં સપુરુષનાં આકર્ષણનું જોર વિશેષ હોય; સપુરુષનું આવું આકર્ષણ અને ધર્મવૃત્તિ સંસારની અધોગતિમાં પડતા તેને બચાવે છે. અને સુષુપ્ત થવા લાગેલું ચેતન વિશેષ જાગૃત થઈ પ્રગતિ જારી કરે છે.
એકબાજુ સંસારી પદાર્થો જીવને લલચાવી પોતા તરફ ખેંચે છે, ત્યારે બીજી બાજુ સંસાર ભાવનાની સમજણ તે જીવને એ લાલચથી પાછો હઠાવે છે. સંસારનું સુખ ક્ષણિક છે, પરવસ્તુ પર અવલંબિત છે, અને અનંતકાળ સુધી દુ:ખ ભોગવ્યા પછી માત્ર થોડા કાળ માટે જ જીવ શાતા વેદવા ભાગ્યશાળી બને છે. એ પૂરું થાય ન થાય ત્યાં તો તે જીવ અનંત દુ:ખના દરિયામાં પાછો ધકેલાઈ જાય છે. આવી સભાનતા જીવને સંસારી લાલચમાં જતો રોકી રાખે છે. સાથે સાથે સંસારી કોઈ પણ પદાર્થ મારાં નથી, અને હું કોઈ પદાર્થનો નથી એવી અન્યત્વ ભાવના જીવનાં સંસારી પદાર્થના આકર્ષણના સ્થંભના પાયામાં કુઠારવાત કરી, જીવને સ્વસ્વરૂપ પ્રતિ દોરવા સફળ થાય છે.
આમ વિચારતાં અનિત્ય, અશરણ અને અશુચિ ભાવના જીવનમાં સુષુપ્ત ચેતનને જાગૃત કરવામાં નિમિત્ત થાય છે, એ જ રીતે સંસાર અને અન્યત્વ ભાવના જીવની પડતી વૃત્તિને સ્થિર કરવામાં સહાયરૂપ થાય છે.
દર્શન માત્રથી પણ નિર્દોષ સુષુપ્ત ચેતન જાગૃત થાય, પડતી વૃત્તિ સ્થિર થાય એવી દશાએ જ્યારે જીવ પહોંચે છે ત્યારે તેના પર સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમની અસર વિશેષ સઘન થાય છે. આ ત્રણે તત્ત્વ દર્શન માત્રથી પણ નિર્દોષ છે. એ
૨૨૯