________________
પ્રાર્થના
નામાંકિત કુટુંબ મેળવવાના, દેવલોકનાં સુખ મેળવવાના વગેરેમાંના કોઈક અભિલાષ વર્તતા હોય છે. જીવ આ ભાવોને પંપાળતો રહે છે, કેમકે ભૌતિક સુખોથી પર એવા અલોકિક આત્મિક સુખનો અને પરિચય નથી. કેટલીકવાર આત્મસુખની સામાન્ય સમજણ હોય તો પણ ભૌતિક અને લૌકિક સુખોનું આકર્ષણ એટલું બળવાન હોય છે કે તેના સાણસામાંથી તે જીવ છૂટી શકતો નથી. પરિણામે જેટલા પ્રમાણમાં તેણે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તેના પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે તેટલું સંસારસુખ તે પામે છે. પુણ્ય ક્ષય થાય છે, અને નવું પુણ્ય થાય નહિ ત્યાં સુધી દુ:ખની ઘટમાળ ચાલુ રહે છે. આમ હોવાથી જીવ સદેવ ચાલતી સુખદુઃખની ઘટમાળમાંથી છૂટી શકતો નથી. આમાંથી છૂટવાનું તો જ બને જો જીવ સંસારસુખના આકર્ષણના સ્થાને મોક્ષ માટે આકર્ષણ વેદતો થાય અને તેની પ્રાપ્તિ માટે પુણ્યસંચય કરે. વ્યવહારિક ઘટનાથી પણ આ વાત સમજી શકાય. એક જીવને રૂપિયા પચીશ હજારમાં મળતું ટી.વી. લેવાના ભાવ છે, તેનાથી મળતો આનંદ તે તેનું ધ્યેય છે. આટલું દ્રવ્ય એકઠું કરવા તે જીવ પ્રયત્નશીલ થાય છે. દ્રવ્યોપાર્જન માટે કઠિન પરિશ્રમ કરે છે ત્યારે અનિવાર્ય ખર્ચ કર્યા પછી મહિના દિવસે હજાર રૂપિયા બચાવે છે. બે ચાર હજાર રૂપિયા એકઠા થાય ત્યાં બીજી કોઈ વસ્તુમાં મોહી તે દ્રવ્ય વાપરી નાખે છે, અને ફરીથી રૂપિયા એકઠા કરવા લાગે છે. આ પ્રમાણે વારંવાર બનતું રહે તો પંદર વર્ષે પણ તે ટી.વી. ભેળો થાય નહિ. પરિણામે તેણે ઇચ્છલો આનંદ તેનાથી દૂર જ રહે. પરંતુ જો એ જીવ સમજણપૂર્વક અન્ય ચીજોમાં મોહાયા વિના દ્રવ્ય સંકલન કરતો રહે તો અઢી ત્રણ વર્ષમાં પોતાની ભાવના પૂરી શકે. આ જ પ્રમાણે જીવ જો પોતે કરેલી પુણ્ય કમાણીને સંસારના ભૌતિક સુખો મેળવવામાં ખર્ચ ન નાખે તો, સંકલિત પુણ્યના પ્રભાવથી મોક્ષનાં પહેલાં પગથિયા રૂપ સમ્યક્દર્શનને મેળવવા ભાગ્યવાનું થઈ શકે. અલબત્ત, એમ થવા માટે સમકિત પ્રાપ્તિની તાલાવેલી જોઈએ, પોતે ઉપાર્જન કરેલું પુણ્ય સન્માર્ગે વપરાય તેવી ભાવના જોઈએ તથા પુણ્ય ઉપાર્જન થાય તેવાં સદાચાર તથા પ્રવૃત્તિઓ જોઈએ. મોક્ષપ્રાપ્તિના અભિલાષથી જેમ જેમ જીવ પુણ્યોપાર્જન વધારતો જાય છે તેમ તેમ વિશુદ્ધિના એક પછી એક પગથિયાં ચડતો જાય છે અને છેવટમાં મોક્ષનાં અવ્યાબાધ સુખને મેળવે છે.
૫૧