________________
કેવળી પ્રભુનો સાથ
બળવાન સાધનો છે. તે ત્રણેના આરાધનથી જેમ જેમ અશાંતિ તૂટતી જાય, શાંતિ તથા શાતા વધતાં જાય તેમ તેમ જીવે સંસારમાં લુબ્ધ થવાનો અભ્યાસ છોડતા જવાનો છે. વધતી સુવિધાઓનો લાભ લઈ જીવે પરમાર્થ પ્રવૃત્તિ વધારવાની છે, તે દ્વારા આત્મશુદ્ધિ વધારી, મોક્ષપ્રાપ્તિની તેયારી આ મનુષ્ય જન્મમાં કરી લેવાની છે. તે તૈયારીની નિષ્ફળતા ચક્રવતીપણા સાથેના માનવદેહને પણ નિષ્ફળ કરે છે, તે લક્ષમાં રાખવા યોગ્ય છે.
સામાન્ય રીતે જે જે પ્રવૃત્તિ જીવ સંસારમાં રહીને કરે છે, તે સર્વનું કર્તાપણું તે અનુભવે છે. એ દ્વારા અહમને પોષી તે કષાયયુક્ત રહ્યા કરે છે. પોતાના વ્યવસાયમાં રાગદ્વેષ સહિત પ્રવર્તી, કષાયયુક્ત બની કર્મબંધ કર્યા કરે છે. આ પ્રવૃત્તિઓ શુભ તથા અશુભ એમ બંને પ્રકારની હોય છે. શુભનું ફળ શાતા તથા અશુભનું ફળ અશાતા રૂપે જીવ વેદે છે. તે બંનેથી પર થાય ત્યારે જ જીવ શુદ્ધ થાય છે.
અશુભ પ્રવૃત્તિનાં ફળરૂપે વિવિધ દુ:ખો જીવે ભોગવવાં પડે છે. તેનાથી બચવા માટે પ્રાર્થના તથા ક્ષમાપના એ ઉત્તમ સાધનો છે. તેથી જીવને અશુભ પ્રવૃત્તિમાંથી બળપૂર્વક પાછો વાળી પ્રાર્થના આદિમાં જોડવો જોઈએ. શુભ પ્રવૃત્તિના ફળરૂપે શાતા વેદનીયનો ઉદય જીવને મળે છે. અન્યનું કલ્યાણ થાય તેવા ભાવો, બીજાને શાતા મળે તેવા ભાવો અને તે માટેની પ્રવૃત્તિ, જેવી કે ધનદાન, અન્નદાન, વસ્ત્રદાન, વિદ્યાદાન, સેવાદાન, વગેરે શુભ પ્રવૃત્તિ છે. એ જ પ્રમાણે વ્રત નિયમ ધારણ કરવા, ધર્મક્રિયાઓ કરવી, સગ્રંથો વાંચવા વગેરે શુભપ્રવૃત્તિ છે. તેનાથી પુણ્યોપાર્જન થાય છે. તે પુણ્યનો ભોગવટો મનુષ્ય લોકનાં રાજરાજેશ્વર જેવાં સુખો કે ચક્રવર્તીનાં સુખો માણવાથી, શ્રેષ્ઠિ સુખ કે દેવલોકનાં દિવ્ય સુખો માણવાથી, નવ ગ્રેવયેક સુધીનાં અનુપમ સુખો માણવાથી થાય છે. જેટલું પુણ્યોપાર્જન વધારે તેટલી ઉત્કૃષ્ટતાએ અને તેટલા લાંબા ગાળા માટે શાતાનો ભોગવટો જીવને મળે છે. એ પુણ્ય પરવારતાં ફરીથી દુ:ખનાં ચક્રો ગતિમાન થાય છે. જીવ જ્યારે શુભ પ્રવૃત્તિ કરવા નીકળે છે ત્યારે સામાન્ય રીતે તેનાં હૃદયમાં કીર્તિ મેળવવાના, ધન મેળવવાના, સત્તા મેળવવાના,
પ0