________________
કેવળી પ્રભુનો સાથ
ભવોભવથી લૌકિક લાભોમાં વપરાતા પુણ્યને પરમાર્થે વાપરવાની આવડત કેળવવા માટે જીવ શ્રી પ્રભુને આ પ્રમાણે પ્રાર્થના કરી શકે છે –
“શ્રી સર્વજ્ઞ વીતરાગ ભગવંત! આપ અનંત સુખ સ્વરૂપ એવાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રને માણી રહ્યા છો. તેમાંથી નિષ્પન્ન થતા સહજાનંદને મારા સમયાત્મક વંદન હો. જે ઉત્તમોત્તમ નિમિત્ત પામીને આપે આ સુખ મેળવ્યું છે તે જ નિમિત્ત લેવાની મારી અભિલાષા છે. નીરાગી પરમાત્મા ! આપની કૃપાથી તેમ કરવા માટેની સમજણ મારામાં જાગતી જાય છે, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ સમજણને આધારે અન્ય જીવોને શાંતિ તથા શાતા મારા નિમિત્તે પ્રાપ્ત થાય તે માટેના મારા પ્રયત્નો ચાલુ છે. એ પ્રયત્નમાં જતાં મારામાં કર્તાપણાના ભાવ તથા તેના અનુસંધાનમાં યશકીર્તિ, ધનસમૃદ્ધિ, સત્તા, વૈભવ આદિ લૌકિક સુખ મેળવવાની વૃત્તિ જો૨ કરી જાય છે. આ દશામાં મને ભય વેદાય છે કે આ સરાગ અવસ્થા મારાં બધાં પુણ્યને ખાઈ જશે અને લૌકિક સુખમાં ડુબાડી ઉત્તમ આત્મશાંતિથી મને વંચિત કરી દેશે. પ્રભુ! આવી દયાજનક સ્થિતિથી મારું ખૂબ ખૂબ રક્ષણ કરો. મારી સરાગ અવસ્થાથી મને છોડાવી, નીરાગ શ્રેણિ પ્રતિ મને દોરતા રહો. હું આપને આધીન જ છું. તમારી સહાય વિના મને સફળતા દેખાતી નથી. જગતના પદાર્થોની લાલચ ભલભલા મુનીશ્વરોને ચળાવવા સમર્થ છે, તો મારું શું ગજુ? લોકોત્તર પુરુષ! આપની કૃપાદૃષ્ટિમાં શું અલભ્ય છે? તેથી પરમ વિનયભાવથી વિનંતિ કરું છું કે અન્ય જીવોને શાતા આપવાના કાર્યમાં વૃદ્ધિ કરવા છતાં, મને ભૌતિક સુખોનું આકર્ષણ નડે નહિ તેવી મારા પર કૃપા કરો. મારે તો આપની નીરાગ શ્રેણિ સાચવી, તેનાથી મળતાં પુણ્યાનુબંધી પુણ્યનો લાભ લઈ મોક્ષનાં સુખને માણવા છે. ચોસઠ ઈંદ્રના પૂજનિક દેવ! આપની જે કંઈ મેં સહ્રદયતાથી ભક્તિ કરી હોય, અન્ય જે કંઈ શુભ પ્રવૃત્તિ કરી હોય તેનું પરિણામ મને આત્મશુદ્ધિ તથા આત્મશાંતિની વૃદ્ધિથી પ્રાપ્ત હોજો. સંસારી શાતા વધારવાની જો કંઈ
૫૨