________________
પ્રાર્થના
ભાવના મારામાં ઊંડે ઊંડે પણ રહી ગઈ હોય તો તેનાથી મને નિવૃત્તિ અપાવજો. આપે કરેલા સર્વ ઉપકારનો ઋણી બની, પરમપ્રેમથી આ ઋણની ચૂકવણી કરવા અન્ય પાત્ર જીવોને સહાય કરતા રહેવા હું તત્પર રહીશ. આવા નિર્ણય સાથે આપને સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ.
જીવનમાં પૂર્વે કરેલા અશુભ કર્મબંધના ઉદય આવે ત્યારે તેની નિવૃત્તિ માટે કેવા કેવા પ્રકારની પ્રાર્થના યોજી શકાય છે તે આપણે જોયું. અગમચેતી વાપરી, શ્રી પ્રભુમાં શ્રદ્ધા રાખી, શાતાના ઉદયો ટળી ન જાય તથા સત્તામાં રહેલા અશાતાના કર્મો ઉદિત ન થઈ શકે તે માટે પણ જો પ્રાર્થના કરતા રહેવામાં આવે તો મોટેભાગે અશુભ કર્મો ઉદય થતાં નથી, અથવા થાય છે તો ઘણા નાના સ્વરૂપે દેખા દે છે. આથી કષ્ટ હોય વા ન હોય તો પણ પ્રભુને હૃદયથી પ્રાર્થના કરવામાં આવે તો રોજિંદા જીવનમાં આત્માર્થે તથા સંસારાર્થે મોટો લાભ થાય છે.
જીવનની શાંતિ તથા સુવિધા વધારી આત્માર્થે જીવન જીવી જન્મ મરણનાં દુઃખથી છૂટવા માટે જીવને ગર્ભકાળથી મળેલા સુસંસ્કારો ખૂબ ઉપકારી થાય છે. દુ:ખ આવ્યા પછી તેને દૂર કરવાના પ્રયત્નો કરવામાં ઘણી તકલીફ થાય છે, ઉદિત અઘાતી કર્મોમાં ધાર્યો ફેરફાર થઈ શકતો નથી, વેદાતા દુઃખમાં આર્તપરિણામ ન થવા દેવા માટે જીવને ઘણો પરિશ્રમ વેદવો પડે છે આદિ કારણો જીવને પૂરતી શાંતિ વેદવા દેતા નથી. પરંતુ એવા અશુભ કર્મોના ઉદય પહેલાં જ જો તેનો ક્ષય કરવા માટે પ્રાર્થનાનો આશ્રય લેવામાં આવે તો પૂર્વ સંચિત કર્મોમાં ઘણા ફેરફાર થઈ શકે છે. વર્તમાન વર્તનાને આધારે જીવનાં સત્તાગત કર્મોમાં સતત સંક્રમણ (ફેરફાર), ઉદ્વર્તન (વધારો) તથા અપવર્તન (ઘટાડો) થતો જ રહે છે, તો પછી ઇરાદાપૂર્વક પ્રાર્થના દ્વારા સંક્રમણ, શુભમાં ઉદ્વર્તન કે અશુભમાં અપવર્તન કરવું તે સત્તાગત કર્મો માટે ખૂબ સહજ થઈ જાય છે. અને જીવને ઘણી ઘણી સુવિધાઓ સહજતાએ વધતી જણાય છે. આ માટે જીવને સહુથી પહેલું સંસ્કરણ ગર્ભાવાસ દરમ્યાન થાય છે.
બાળક ગર્ભમાં પ્રવેશે તે સમયથી આહાર આદિ પાંચ પર્યાપ્તિ પૂરી કરી નવ માસે પૂર્ણ મનુષ્ય દેહ ધારણ કરી જગતનું મનુષ્ય જીવન શરૂ કરે છે. સામાન્ય રીતે આ નવે
૫૩