________________
કેવળી પ્રભુનો સાથ
માસ દરમ્યાન ગર્ભકાળનાં દુઃખ એટલા ભયંકર હોય છે કે તે જીવ મૂચ્છિત અવસ્થામાં હોય છે. અને માતાના ઉદરના લોહી આદિ અશુચિય અંધકારમાં તેને પરવશપણે રહેવું પડે છે. ત્યાં તેની સંજ્ઞા યથાર્થ પણે કામ કરતી નથી. તેના ગર્ભકાળમાં તેની માતા જે પ્રકારના ભાવ સેવે તેવા ભાવ તેણે અવ્યક્તપણે કરવા પડે છે, માતાના શુભ ભાવ તેને શુભભાવી બનાવે છે અને માતાના અશુભભાવ તેને અશુભભાવી બનાવે છે. ગર્ભસ્થિત બાળકને વર્તતા શુભાશુભ ભાવના ફળરૂપે નવાં કર્મો બંધાતા જાય છે અને તેનાં ભાવિનું ઘડતર થતું જાય છે. આ સ્થિતિને જાણ્યા પછી, ભાવિ માતા જો. બાળકના અને પોતાના કલ્યાણ માટે શ્રી પ્રભુને પ્રાર્થે તો કાળે કરીને તેનાં અશુભ કર્મો શુભમાં પલટાઈને ઉદિત થાય છે. શુભની ઇછુક ભાવિ માતા એ માટે ભાવ કરે, પ્રાર્થના કરે તો તેને ઘણી શાંતિ તથા શાતા ભાવિમાં પ્રાપ્ત થાય છે –
જીવ સમસ્તનું કલ્યાણ ઇચ્છનાર પ્રભુ! આપને ખૂબ ભાવથી વંદન કરું છું. આપની કૃપાથી અને પૂર્વ કર્મના ઉદયથી મારે માતા થવાનો યોગ આવ્યો છે તે માટે તમારો ખૂબ ઉપકાર માનું છું. અને આપના વિશેષ વિશેષ ઉપકાર ગ્રહણ કરવા માટે મારી પાત્રતા દિનપ્રતિદિન વધતી રહે તે માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું.' “પ્રેમાળ પ્રભુજી! ગર્ભકાળ દરમ્યાન મને કે બાળકને કોઈ અશાતા ન આવે, તેના જન્મ સમયે પણ કોઈ કષ્ટકારી તીવ્ર ઉદય ન આવે એવી કૃપા કરજો. અને પૂર્વની ભૂલને કારણે અશાતા ભોગવવી પડે એવા જે કોઈ કર્મ અમે બાંધ્યા હોય તેની આપની સાક્ષીએ પશ્ચાત્તાપ કરી ક્ષમા માગું છું, અને સાથે સાથે આ સર્વ કર્મ ક્ષીણ થાય તેવો ઉગ્ર અને ઉત્તમ પુરુષાર્થ તમે મારી પાસે કરાવજો.' “હે જગતવંદ્ય વિભુ! તમારી અસીમ કૃપાથી મારું બાળક તંદુરસ્ત થાય, ભણવામાં હોંશિયાર થાય, જીવનમાં સુવિધા મેળવનાર થાય, સર્વ કુટુંબીજનો, મિત્રો આદિના પ્રેમને મેળવનાર તથા તેમની સાથે પ્રેમથી વર્તનાર થાય એવી મારી ભાવના પૂરી કરજો. અને સહુથી વિશેષ તો મારા એ ભાવ છે
૫૪