________________
પ્રાર્થના
કે તે આપનું સાચું ભક્ત બની, જન્મ, મૃત્યુના દુ:ખથી મુક્ત થઈ અનંત શાંતિને આપનાર આત્મિક પુરુષાર્થ કરનાર થાય. તે માટે મને સતત સારા ભાવ આપજો, અમે ઉત્તમ માતાપિતા થઈ શકીએ એવો પુરુષાર્થ આપજો . અને અમે ઉત્તમ શુભ સંબંધે વસી, જગતનાં સર્વ દુઃખથી આત્યંતિક મુક્ત થવાનો પુરુષાર્થ સાથે મળી સફળતાથી કરવાની શક્તિ તથા સુવિધા આપજો.” “અહો! દેવોના પણ પૂજનીય દેવ! આપની કૃપાથી મનુષ્ય જન્મની ઉત્તમતા મને સમજાઈ છે, તેથી મારા ઉદરમાં આકાર લઈ રહેલ મનુષ્યબાળ તેનાં
જીવનની ધન્યતા પામે તે જ મારી પ્રાર્થના છે. આ પ્રાર્થના સફળ થવામાં વિનરૂપ થાય તેવા સર્વ ભાવ તથા કૃત્ય માટે ખૂબ પશ્ચાત્તાપી થઈ ક્ષમા માગું છું. અને જીવનભર તમારા સાથથી છૂટી ન જાઉં તે માટે ખૂબ ભાવથી પ્રાર્થના કરી વંદન કરું છું.” શાંતિ.
આ પ્રકારે વારંવાર વિનંતિ કરતા રહેવાથી માતા તથા બાળકના અશુભ ઉદયો ઘટતા જાય છે, અને પ્રભુકૃપાથી માતા જેટલા શાંતભાવમાં રહે છે તેટલી શાતાનું વેદન ગર્ભમાંના બાળકને થાય છે. પરિણામે માતા તથા બાળકનાં હોય તેનાથી વિશેષ શુભસંબંધ બંને વચ્ચે બંધાય છે. બાળકનાં નિમિત્તે થતો માતાનો ત્રાસ ઘટતો જાય છે, અને સંસારી સુખમાં પણ શાશ્વત સુખ મેળવવાનું બીજ બાળકમાં અવ્યક્તરૂપે રોપાય છે. તેથી બાળકના જન્મ પછી, વિશેષ લાભ મેળવવા માતા શ્રી પ્રભુને પ્રાર્થતી થાય છે –
“અહો પરમકૃપાળુ ભગવંત! તમારી કૃપાથી મને સુંદર બાળકની પ્રાપ્તિ થઈ છે; અને મારી ઘણી ઘણી પ્રવૃત્તિઓ નિર્વિદને પાર પડી છે. બાળકના ગર્ભકાળ દરમ્યાન તથા જન્મ સમયે તમે ઉપકાર કરી, અનેક અનિષ્ટોથી મારું તથા બાળકનું રક્ષણ કર્યું છે. તે માટે તમારો ખૂબ ખૂબ આભાર માની હૃદયપૂર્વક વંદન કરું છું.'
પપ