________________
કેવળી પ્રભુનો સાથ
“અહો શાંતિદાતા પ્રભુ ! આપની કૃપાથી અમને તમારા તરફથી શાંતિ પ્રાપ્ત થતી રહે એવી કૃપા કરશો, જેથી આ બાળક સુંદર નાગરિક બને તેવા ઉત્તમ સંસ્કાર અમે તેને પ્રેમથી આપી શકીએ, તથા બાળકને પ્રેમપૂર્વક ઉછેરવાનો ઉત્તમ લાભ અમે લઈ શકીએ. અહો કલ્યાણમૂર્તિ પ્રભુ! આપની કૃપાથી આ બાળક સુંદર, સંસ્કારી, તંદુરસ્ત, ભણવામાં હોંશિયાર તથા જીવનમાં સફ્ળતા પામી સહુનું પ્રિયપાત્ર રહે એ જ માગું છું. તે સહુ સાથે શુભ સંબંધમાં રહી પોતાને તથા અન્યને મોક્ષમાર્ગમાં પ્રેરવા સદ્ભાગી બને એવી કૃપા અમારા પર કરતા રહેશો.'
“પ્રભુ ! તેના અભ્યાસકાળમાં તે ખૂબ સારી રીતે અભ્યાસ કરે, એ અભ્યાસ દ્વારા પોતાનાં જ્ઞાનના આવરણો ક્ષીણ કરતું જાય, અને સંસા૨ે તથા ૫રમાર્થે લાભકારી સમજણ સારી રીતે મેળવી શકે એવી કૃપા કરજો. તેને અભ્યાસ ક૨વાનો કંટાળો ન આવે, જલદીથી બધું જ્ઞાન ગ્રાહ્ય બને, તેની સ્મૃતિમાં તે જ્ઞાન ત્વરાથી રહી જાય, અને જરૂર પડયે તે યથાયોગ્ય રીતે વ્યક્ત કરી શકે તેવી કૃપા તેના પર કરજો. વળી મોટા થયા પછી તેનો સદુપયોગ તે કરતું રહે એ જ મારી પ્રાર્થના છે.'
“એના અભ્યાસકાળ દરમ્યાન તેને શિક્ષકો સાથે, સહાધ્યાયીઓ સાથે અને સર્વ કુટુંબીજનો સાથે શુભ સંબંધ વધતા રહે, રમતગમત આદિ પ્રવૃત્તિઓનો યોગ્ય નિર્દોષ આનંદ લઈ તેના શૈશવકાળને ધન્ય કરે એ જ વિનવું છું.'
“હે દયાનિધિ ! અમારી આ સર્વ ભાવનાઓ પૂર્ણ થવામાં જે કોઈ દોષ વિઘ્નરૂપ થાય તેમ હોય તે સર્વની અંતરના ઊંડાણથી પશ્ચાત્તાપ કરી ક્ષમા માગીએ છીએ. અને આપની કૃપાથી સર્વ અશુભનો ત્યાગ કરી, શુભના સાનિધ્યને વધારતા જઇએ, એવી ભાવના વ્યક્ત કરી આપના ચરણકમળમાં ખૂબ ભક્તિભાવથી વંદન કરીએ છીએ.” ૐ શાંતિ.
૫૬