________________
પ્રાર્થના
આ રીતે બાળકના શૈશવકાળની ઉત્તમતા માટે માતા તથા પિતા પ્રાર્થના કરતા રહી, સહુ સાથેનો શુભ સંબંધ વધારી શકે છે. સાથે સાથે બાળકને ખવડાવતાં, પીવડાવતાં, દૂધ પાતાં, સૂવડાવતાં, નવડાવતાં વગેરે પ્રવૃત્તિ કરતાં કરતાં તેને નવકાર મંત્ર સંભળાવવો, તેની પાસે મોટેથી ક્ષમાપના કરવી, ભક્તિ પદો ભાવપૂર્વક ગાવા, આદિ કરવાથી ધર્મ આરાધનનો લાભ માતા બાળક બંનેને સારી રીતે મળે છે. તે ઉપરાંત બાળક બેત્રણ વર્ષનું થાય, થોડું થોડું બોલતા શીખે ત્યારથી તેની પાસે નાનાં નાનાં નિર્દોષ વચનો બોલાવી પ્રાર્થના કરાવવાથી બાળકમાં પ્રભુભક્તિના સંસ્કારનું સિંચન થાય છે, અને તેના ઉત્તમ ભાવિની રચનાના બીજ તેનામાં રોપાય છે. જેમકે –
“હે ભગવાન! મને ડાહ્યો કરો. મને તમારા જેવો સુખી કરો. પ્રભુ, બધાંને સુખી કરો. મને ભણવામાં હોંશિયાર કરજો. મને સાચી ભક્તિ આપજો . બધાંને સાચી ભક્તિ આપજો. મને જલદીથી મોક્ષમાં લઈ જજો. બધાંને મોક્ષ અપાવજો. મને બધાં સાથે સારા સંબંધ આપજો. હું મારા બધા દોષની માફી માગું છું. મને માફી આપજો. ભાવથી વંદન કરું છું. મારા વંદન સ્વીકારજો.” ઇત્યાદિ.
આ પ્રકારે બાળવયથી સાચા સંસ્કાર રેડવાથી, બાળક સુસંસ્કારી અને હોંશિયાર થતું જાય છે. સહુ સાથે શુભ સંબંધ વધારતું જાય છે. અને તેને ભાવિની ઉત્તમ સ્થિતિ મેળવવાના ભાવ જાગે છે. તે યુવાન થયેલ બાળક પોતાની ભાવિની કારકિર્દી સુંદર બને તે માટે પ્રભુને પ્રાર્થતાં શીખે છે –
“હે પ્રભુ! પરમભક્તિથી આપને વંદન કરી, અત્યાર સુધી જીવનની સુવિધા જાળવવા આપે જે સહાય કરી છે, તે માટે તમારો ખૂબ ખૂબ ઉપકાર માનું છું. અને મારા ભાવિ માટે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતિ કરું છું.' “પ્રભુજી! મારા ભાવ તથા વિચારના તો આપ જાણકાર છો, મારા જીવનને સુખી કરવા તથા સમૃધ્ધ કરવા સાથે મારી આત્મવૃત્તિ સતત જળવાઈ રહે
૫૭