________________
ક્ષમાપના
વિરાજે છે. ચૌદમા ગુણસ્થાને મન, વચન તથા કાયાના યોગને છોડી સિદ્ધભૂમિમાં જીવ વિરાજે છે તે “ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ' એ શબ્દોથી સમજાય છે. ૐ પંચપરમેષ્ટિ ભગવંતનું પ્રતિક છે. જ્યારે જીવ સિદ્ધભૂમિમાં જવાની તૈયારી કરે છે ત્યારે તે જગતના જીવ પર બળવાન ઉપકાર કરે છે. એક જીવ સિદ્ધ થાય ત્યારે એક જીવ તેના પ્રભાવથી નિત્યનિગોદમાંથી બહાર નીકળે છે – આ પ્રક્રિયાનું સૂચન “ૐ” માંથી લઈ શકાય. પરમેષ્ટિ ભગવંતનું એ ઉત્તમ પરોપકારનું કાર્ય છે. તે પછી તે આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતાવાળી સ્થિતિમાં સ્થિર થઈ જાય છે તેનું દર્શન આપણે ત્રણ વખત મૂકાયેલા “શાંતિઃ” શબ્દથી કરી શકીએ છીએ. જીવ ગુણાતીત બની સિદ્ધપદ ધારણ કરે છે, ત્યાં વિકાસક્રમની છેવટની હદ આવી જાય છે.
આમ આ નાનકડી ક્ષમાપનામાં એક થી ચૌદ ગુણસ્થાન સુધીનો વ્યવસ્થિત સમાવેશ જોઈ શકાય છે.
ક્ષમાપનામાં જ આવશ્યકનો સમાવેશ જીવને પોતાનું કલ્યાણ કરવા માટે, પરમ નિષ્કારણ કરુણા કરી શ્રી પ્રભુએ મોક્ષમાર્ગ પ્રકાશિત કર્યો છે. એ માર્ગનું આરાધન કરવા માટે શ્રી પ્રભુએ છે આવશ્યક અંગો જણાવ્યાં છે. આ છ એ આવશ્યકનું નિયમિત આરાધન કરવાની શ્રી પ્રભુએ ભલામણ કરી છે. આ છ આવશ્યક આ પ્રમાણે છે –
૧. પ્રતિક્રમણ ૪. લોગસ્સ
૨. સામાયિક ૫. કાયોત્સર્ગ
૩. વંદન ૬. ચૌવિહાર
૧. પ્રતિક્રમણ પૂર્વે કરેલી ભૂલોનો પશ્ચાત્તાપ કરી તેનાથી નિવૃત્તિ ઇચ્છવી તે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે સામા પૂરે તરવું. સામાન્યપણે જે દિશામાં જીવો ગતિ કરે છે તેનાથી વિરુદ્ધ પ્રકારની દિશામાં ગતિ કરવી – સામાન્ય રીતે જીવો કર્મબંધન થાય એ પ્રકારે
૧૪૧