________________
કેવળી પ્રભુનો સાથ
સ્થિતિનો અનુભવ થાય છે. આ સ્થિતિ સાતમા ગુણસ્થાને આવે છે, તે પૂર્વે નહિ. સાતમા ગુણસ્થાને થતા આત્મા પરમાત્માના એકપણાનો નિર્દેશ “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારાં તત્ત્વનાં ચમત્કારો મારાં સ્વરૂપનો પ્રકાશ કરે છે” એ વચનમાં જોઈ શકાય છે.
આ પ્રભુ સાથેના એકપણાના અનુભવના આધારે જીવ વિકાસ કરી બધા જ ગુણો પૂર્ણતાએ ખીલવવાનો પુરુષાર્થ કરે છે. તે પુરુષાર્થ આઠથી બાર-તેર ગુણસ્થાન સુધી શ્રેણીરૂપે ઓળખાય છે. તે વખતે આત્માનાં સ્વરૂપનો સ્પષ્ટ-પ્રત્યક્ષ અનુભવ પ્રગટ થાય છે. તે રૂપ પ્રગટ કરનાર એ પછીનાં વચનો છે કે, “તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.” આ વચનો વિશે વિચારતાં સમજાય છે કે તેમાં શ્રેણીનું પ્રતિનિધિત્વ સમાયેલું છે. પૂર્ણાત્માના ગુણો બતાવી, દોષોની ક્ષમા યાચી તે માર્ગનું સતત આરાધન કરવાથી તે શુદ્ધ સ્થિતિએ પહોંચાય છે તેવું શ્રદ્ધાન આ વચનો આપે છે. અહોરાત્ર માર્ગમાં રહેવાની ભાવનાથી એ સૂચવાય છે કે જીવ પ્રમાદરહિત પુરુષાર્થ ઇચ્છે છે જેથી અગ્યારમું ગુણસ્થાન વટાવી બારમાના અંતે આવી જાય. આમ અહીં ગર્ભિત રીતે ઉપશમ શ્રેણીનો નકાર અને ક્ષપક શ્રેણીનું બહુમાન કરેલું છે.
અંતમાં, “હે સર્વજ્ઞ ભગવાન! તમને વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ચાહું છું” એ વચનો મૂકી ૧૩ ગુણસ્થાન વર્તી સયોગી કેવળી દશા સ્પષ્ટ કરી છે. સર્વજ્ઞ સિવાય સર્વને કોઈ ને કોઈ તત્ત્વનું જાણપણું નથી. માત્ર સર્વજ્ઞ પ્રભુને જ સર્વ પ્રકારનું જાણપણું છે. આ કથન જ ૧૩મું ગુણસ્થાન બતાવે છે.
જે આત્મા તેરમા ગુણસ્થાને આવે તે નિયમપૂર્વક મન, વચન તથા કાયાના યોગને ત્યાગી; જ્ઞાન, દર્શન તથા ચારિત્રની એકતાવાળી અખંડિત સ્થિતિમાં સિદ્ધભૂમિમાં
૧૪૦