________________
ક્ષમાપના
માર્ગદર્શનનો યોગ જીવને મળે છે. મુનિ છદ્મસ્થ અવસ્થામાં હોય છે ત્યારે તેઓ કેવી વર્તન કરી આત્મવિકાસ કરે છે તેનો પ્રત્યક્ષ અનુભવ જોવા મળે છે. તે પરથી તે જીવને વિકાસાત્મક વર્તન કરવા માટે બળ અને પ્રેરણા સતત મળતાં રહે છે. આમ પ્રભુનું, તેમના ધર્મનું અને તેમના મુનિનું સમજણ સહિત શરણું લેવાથી નવાં આવતાં કર્મોને રોકી શકાય છે. તે સાથે પોતામાં વર્તતા દોષોનો નાશ કરવાની પ્રાર્થના કરવાથી સંયમનું દઢત્વ અને કર્મોનાં સંવર તથા નિર્જરા વધારી શકાય છે. આવી સ્થિતિ પાચમા – છઠ્ઠા ગુણસ્થાને શક્ય બને છે. આત્માનુભવ વિના પ્રભુની ઓળખ અથવા તેમનું શ્રદ્ધાન ન થાય તેથી ચોથા ગુણસ્થાન પહેલાં તો આ સ્થિતિ શક્ય નથી. વળી પ્રભુના શરણે જવાના, તેમની આજ્ઞાએ રહેવાના ભાવમાં જીવનો અર્પણભાવ પ્રગટ થાય છે. આ જાતનો મન, વચન તથા કાયાથી અર્પણભાવ છઠ્ઠા ગુણસ્થાને શક્ય છે, તે પૂર્વની સ્થિતિમાં સ્વચ્છેદ ગમે ત્યાંથી ડોકિયાં કરી જાય છે. મુનિનાં શરણે જઈ, મુનિના આચાર પાળવાના અભિલાષ પણ દ્રવ્યસંયમ સૂચવે છે. સર્વસંગપરિત્યાગવાળી મુનિ અવસ્થામાં નિવૃત્તિ વિશેષ મળે છે, એ વખતે પૂર્વ કૃત્યો પ્રત્યેનો નવો અભિગમ સાધક માટે ખુલ્લો થાય છે. તે કહે છે “આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂમ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારાં તત્ત્વના ચમત્કારો મારાં સ્વરૂપનો પ્રકાશ કરે છે.”
પોતાને હવે શું કરવું છે તેની વિચારણા કરતાં કરતાં પોતે જે કર્યું નથી તેનો પશ્ચાત્તાપ જીવમાં બળવાન થાય છે. પશ્ચાત્તાપ એ પૂર્વકૃત પાપોને ધોવા માટેનું બળવાન સાધન છે. જે પાપ ભાવિમાં ભોગવીને દુ:ખી થવાનું છે તેને વર્તમાનમાં પશ્ચાત્તાપ દ્વારા વેદી જીવ હળવાશ અનુભવે છે. સકામ કર્મનિર્જરા કરી હોવાથી જીવ હળવાશ વેદે છે. તે હળવાશની સ્થિતિમાં, છૂટવાની તીવ્ર તાલાવેલીથી જીવ સ્થૂળતામાંથી સૂક્ષ્મતા તરફ પ્રયાણ આદરે છે. સૂક્ષ્મતા પ્રતિના ગમનથી આત્માનાં ઊંડાણનો, રહસ્યનો પરિચય જીવને થાય છે. તેમાં જીવ આત્માનાં શુદ્ધ રૂપનો અર્થાત્ પ્રભુનાં સ્વરૂપનો પરિચય પામે છે. પોતાને લાધેલાં તત્ત્વના આધારે જીવ જેમ જેમ ઊંડાણવાળી શૂન્યતામાં જાય છે તેમ તેમ તેને શુદ્ધ રૂપનો, નિર્વિકલ્પ
૧૩૯