________________
કેવળી પ્રભુનો સાથ
પ્રગટ થાય છે. તેથી તે પ્રભુને કહે છે કે, “હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી, અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું.” જીવને નિર્ણય આવી ગયો છે કે પ્રભુએ જે માર્ગ બતાવ્યો છે તે માર્ગને અનુસર્યા વિના સંપૂર્ણ સિદ્ધિ કોઈ કાળે સંભવી શકતી નથી. આ શ્રદ્ધાન દૃઢ થતાં જીવને આત્માનુભવ થાય છે. તેના અનુસંધાનમાં જીવનું સ્વદોષદર્શન વિશદ થાય છે. એટલું જ નહિ પણ અત્યાર સુધીની પોતાની પામર અવસ્થાનું સ્પષ્ટ ભાન તેને થાય છે. તેથી જ તે એકરાર કરે છે કે પોતે અજ્ઞાનથી અંધ થયો છે, વિવેકહીન બન્યો છે અને એનાં ફળરૂપે મૂઢતા, નિરાશ્રિતપણું તથા અનાથપણું તેને અનુભવવાં પડે છે. સંસાર પરિભ્રમણમાં જે મૂઢતા, નિરાશ્રિતપણું અને અનાથપણું રહેલાં છે તેની અનુભૂતિ જીવને સમ્યકુદર્શન થયા પછી જ આવી શકે છે. તે પહેલાં તે અજ્ઞાનની બળવત્તરતાને કારણે આ જાતની સમજણ જીવ લઈ જ શકતો નથી. તેથી આપણે કહી શકીએ કે ચોથા ગુણસ્થાનવત જીવ જ આ પ્રકારે હૃદયપૂર્વક પશ્ચાત્તાપનાં વચનો કાઢી શકે.
જીવ જ્યારે સંસારમાં બળવાનપણે અનાથપણું તથા નિરાશ્રિતપણું અનુભવે છે ત્યારે તેને ટાળવા માટે પ્રયત્નશીલ થાય છે. સન્માર્ગ મેળવી તેનું આરાધન કરી છૂટવાની તાલાવેલી લાગે છે. અને પોતાના હેતુની સફળતા માટે પુરુષ – સગુનાં શરણે જઈ, સર્વસ્વ સોંપી તે પાપક્ષયના માર્ગે આગળ વધવા ઇચ્છે છે. સગુરુનાં યથાતથ્ય સમર્પણવાળા શરણની ઝંખનાથી શ્રી પ્રભુને કહે છે કે, “નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ રહું છું. મારા અપરાધ ક્ષય થઈ, હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું.” જે સ્વચ્છંદને કારણે અનાદિકાળથી જીવ પરિભ્રમણ કરતો આવ્યો છે તે સ્વચ્છંદને ટાળવા જીવ શ્રી પ્રભુનાં શરણે જાય છે. તેમની આજ્ઞામાં રહેવાથી નવાં થતાં પાપો ઘટતાં જાય છે, સાથે સાથે પ્રભુ પ્રણીત ધર્મનું શરણું લેવાથી એટલે કે માર્ગનું પાલન કરવાથી દોષ બંધન તૂટતાં જાય છે. તેમાંય પ્રભુના માર્ગે ચાલતા મુનિનું શરણ લેવાથી તેમના તરફથી પ્રત્યક્ષ
૧૩૮