________________
કેવળી પ્રભુનો સાથ
થોડા કાળ માટે ઇન્દ્રિય સાથેનું અનુસંધાન પણ આત્મા છોડી દે છે, નિર્વિકલ્પતાવાળી શુન્યાવસ્થામાં તે જાય છે અને એટલા કાળ માટે તે જીવ આત્માનુભવ પામે છે. સ્વાનુભવમાં રહેલો આત્મા શાતા તથા આનંદ વેદવા સાથે અનંતગમે કર્મની સકામ નિર્જરા કરે છે. આવો અનુભવ વારંવાર થાય તો આત્મશુદ્ધિ જલદીથી થાય છે. આત્મશુદ્ધિ જલદી કરવામાં મંત્રસ્મરણ મૂળ કામ કરે છે.
આ સ્મરણકાળ તથા સ્મરણસ્થળ બને ત્યાં સુધી એક જ રાખવાં, જેથી જીવને સ્વનું અનુસંધાન ત્વરાથી થાય છે અને સહેલાઈથી સ્વાનુભવમાં રમી રહે છે. જ્યારે સ્વાનુભવ કરવાની શક્તિ વિશેષતાએ ખીલે છે ત્યારે સ્થળ, કાળના બંધનની મર્યાદા ત્યાગી દેવી યોગ્ય છે. આ શક્તિ ખીલી ન હોય ત્યાં સુધી સ્થળ તથા કાળની એકતા રાખવી હિતાવહ છે.
જેમ જેમ જીવનું સ્વરૂપનું અનુસંધાન વધતું જાય છે તેમ તેમ તેની આત્મશુદ્ધિ વધતી જાય છે, અને વેદેલી શાંતિનો પ્રભાવ તે પછીના સમયમાં પણ પથરાયેલો રહે છે. બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરવાની હોય તો તેમાં પણ અંતરંગ પરિણામ શાંત ને શાંત રહે છે. પરિણામ મંદ હોય તો નવાં કર્મબંધ ઘણાં મંદ થાય, અને તે કર્મબંધ છોડવા ધ્યાન, મનન, ચિંતન ઘણાં મદદરૂપ થાય છે. આથી યોગ્ય રીતે અને યોગ્ય કાળે સ્મરણમંત્ર કરવા ચૂકવું નહિ એવો બોધ આપણને શ્રી આપ્તપુરુષ તરફથી વારંવાર મળ્યા કરે છે તે યથાર્થ જણાય છે.
મુખ્યતાએ મોહનીય કર્મનો ક્ષય કરવા પુરુષાર્થ થવું એ જરૂરી છે. તેનો નાશ થવાથી જીવનો ચારિત્રગુણ ખીલતો જાય છે – સદાચારાદિ વધતાં જાય છે તેને વિશેષતાએ દીપાવવા માટે જ્ઞાન તથા દર્શનનાં આવરણ તોડવા પ્રયત્ન કરવો ઘટે છે. કારણ કે જ્ઞાન અને દર્શન જેમ જેમ ખીલતાં જાય છે તેમ તેમ જીવને લક્ષ વધે છે કે મોહ તેને ક્યાં અને કઈ રીતે પીડા પહોંચાડી રહ્યો છે. એ સમજણનો લાભ લઈ મોહ તોડી જીવ પોતાની વિશુદ્ધિ પૂર્ણતા સુધી લઈ જઈ શકે છે. આથી આત્માને પૂર્ણ શુદ્ધ કરવો હોય તો પ્રાર્થના ક્ષમાપનાના સાથથી જીવની પાત્રતા
૧૮૮