________________
મંત્રસ્મરણ
તૈયાર થાય છે અને મંત્રસ્મરણના આરાધનથી સાક્ષાત્ શુદ્ધિ – જ્ઞાતાદ્રષ્ટાપણું પ્રગટાવી શકાય છે.
અહીં આપણે પ્રાર્થના, ક્ષમાપના તથા મંત્રસ્મરણના પ્રભાવને એક એક પ્રકારે વિચાર્યો. તે ત્રણેનું યથાયોગ્ય મિશ્રણ સાથે આરાધના કરવામાં આવે તો જીવ ટૂંકા ગાળામાં મોટી સિદ્ધિ – “આત્મશુદ્ધિ” – ને પ્રાપ્ત કરી શકે છે. પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનો ત્રિવેણીસંગમ એ હકીકતમાં સાચો મોક્ષમાર્ગ છે, એમ કહી શકાય.
શાસ્ત્રીય પરિભાષાથી વિચારીએ તો શ્રી તીર્થંકર પ્રભુએ સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્રના આરાધનને મોક્ષમાર્ગ કહ્યો છે.
“સચવનજ્ઞાનવારિત્રાળ મોક્ષમાપ:' આવું વિધાન શ્રી ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રમાં રજૂ કરી, પ્રભુનો જણાવેલો મોક્ષમાર્ગ આ છે એમ સમજાવ્યું છે.
મોક્ષમાર્ગ એટલે આત્માપર લાગેલા મેલનો નાશ કરતા જઈ, પૂર્ણતાએ આત્મશુદ્ધિ પ્રગટાવવાનો રસ્તો. જે તત્ત્વ, જે સમજણ સ્વીકારવાથી, જેનું પાલન કરવાથી આત્માની શુદ્ધિ થતી જાય, તે તત્ત્વ તથા સમજણનો સ્વીકાર કરતા જઈ, તેનું પાલન કરતા જવું તે મોક્ષમાર્ગ છે. અહીં શ્રી ભગવાને સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રનું આરાધન કરવા જણાવ્યું છે. આરાધન કરવું એટલે શું? “આરાધન કરવું એટલે જે મેળવવું હોય તેની પ્રાપ્તિના પુરુષાર્થમાં, તેની સિદ્ધિ ન થાય ત્યાં સુધી, બીજી વૃત્તિઓનો ત્યાગ કરી લાગી રહેવું. આવી લગની દર્શન, જ્ઞાન તથા ચારિત્રની શુદ્ધિ કરવા માટે જાળવવી તે સાચો મોક્ષમાર્ગ છે. તો સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન તથા સમ્યક્યારિત્રનું આરાધન કઈ રીતે થઈ શકે?
દેહાદિ સર્વ પદાર્થોથી આત્મા ભિન્ન છે, જુદો છે તેવું દૃઢ, અનુભવ સહિતનું શ્રદ્ધાન એ સમ્યક્દર્શન છે. પાંચ ઇન્દ્રિય તથા મનથી થતી પહેલા સમયની જાણકારી તે દર્શન. આ જાણકારી શુધ્ધ હોય તો તે પછીના સમયથી આવતી જાણકારી – જ્ઞાન શુધ્ધ આવે. જો પહેલા સમયની જાણકારી જ અસ્પષ્ટ કે અશુધ્ધ હોય તો પછીના
૧૮૯