________________
કેવળી પ્રભુનો સાથ
સમયોમાં તે અશુદ્ધિ વધે છે. આથી શ્રી પ્રભુએ પહેલા સમયની શુધ્ધ જાણકારીને મહત્ત્વ આપ્યું છે. વળી, આ જાણકારીની વિશુદ્ધિ મોહનીય કર્મના ક્ષયોપશમથી આવે છે. જેમ જેમ જીવનો મોહ ક્ષીણ થતો જાય છે તેમ તેમ તેનાં દર્શન અને જ્ઞાનની વિશુદ્ધિ કરવી સહેલી થતી જાય છે. આથી શ્રી પ્રભુએ સમ્યક્દર્શનના આરાધનને પ્રથમ મૂક્યું જણાય છે. જીવ પોતાને દેહ અને ઇન્દ્રિયથી પર જુએ છે, અનુભવે છે ત્યાંથી સમ્મદર્શનની શરૂઆત થાય છે. અને પોતાના આત્માને સદાકાળને માટે સર્વ પદાર્થોથી ભિન્ન જુએ છે તથા અનુભવે છે ત્યારે તેનાં દર્શનાવરણનો સંપૂર્ણ ક્ષય થવાથી તે આત્મા કેવળદર્શન પ્રગટાવી વિકાસ પૂર્ણ કરે છે.
દેહ, ઇન્દ્રિય આદિ સર્વ પદાર્થોથી આત્મા જુદો છે એવી, ચલિત ન થાય તેવી અનુભવ સહિતની જાણકારી અથવા તો સમજણ તે સમ્યજ્ઞાન છે. ઇન્દ્રિય તથા મન દ્વારા દ્વિતીય સમયથી જીવને મળતી સમજણ તે જ્ઞાન કહેવાય છે. પહેલા સમયમાં જીવને આવતી જાણકારી જો સમ્યક્ હોય તો તેના પ્રભાવથી ઇતર સમયની જાણકારી પણ સમ્યક થતી જાય છે. આથી દર્શન સમ્યક્ થયા વિના જ્ઞાન સમ્યક્ થતું નથી. જેમ જેમ જીવનું દર્શન શુધ્ધ થતું જાય છે તેમ તેમ તે જીવ જ્ઞાનની વિશુદ્ધિ પણ સહેલાઈથી કરી શકે છે. જ્ઞાન વિશુધ્ધ થાય, તેના પ્રભાવથી જીવ પોતાના મોહનીય કર્મને જલદીથી ક્ષીણ કરી શકે છે, અને પરિણામે તેની દર્શન વિશુદ્ધિ વધતી જાય છે. સમ્યક્ જ્ઞાનથી જીવની જાણકારી શુધ્ધ થતાં, પવિત્ર થવા માટેના સાચા ઉપાય જીવ યોજી શકે છે, તે ઉપાયને આધારે મોહને તોડતાં તોડતાં સમ્યક્ ચારિત્ર પણ તે ખીલવતો જાય છે. આ પ્રમાણે સમ્યકુશાનના આધારે પોતાની સમજણને વિશેષ વિશેષ વિશુધ્ધ કરી, સદાકાળને માટે આત્માને અન્ય સર્વ પદાર્થોથી પૂર્ણતાએ ભિન્ન જાણે છે,
ત્યાં જ્ઞાનાવરણનો સંપૂર્ણ ક્ષય થાય છે અને આત્મા તેનું કેવળજ્ઞાન પ્રગટાવવા સુધીનો વિકાસ કરે છે.
જીવ પોતાનાં સમ્યકુદર્શન તથા સમ્યકુશાનનો આધાર લઈ, દેહાદિથી ભિન્ન થઈ સ્વરૂપમાં લીન થાય છે તે સમ્યકૂચારિત્ર છે. શરૂઆતમાં જીવ પોતાના મોહને દબાવી સ્વરૂપાનુસંધાનમાં જાય છે, અને ક્રમે ક્રમે વિકાસ કરી મોહને વધુ ને વધુ ક્ષીણ
૧૯૦