________________
મંત્રસ્મરણ
કરી પોતાનાં ધ્યાનને ઊંડું તથા શુદ્ધ કરતો જાય છે. અને થોડા કાળ માટે રહેતો આ અનુભવ, મોહનીય કર્મનો પૂર્ણ ક્ષય થવા સાથે સર્વકાળના અનુભવમાં પલટાઈ જાય છે, અને તેના અનુસંધાનમાં બાકીના ત્રણ ઘાતી કર્મો ક્ષય થઈ આત્મા યથાખ્યાતચારિત્ર પ્રગટાવે છે. આ ક્ષણે આત્માનાં સમ્યકજ્ઞાન, સમ્યદર્શન અને સમ્યકૂચારિત્ર પૂર્ણ શુધ્ધ થઈ એકરૂપતા પામે છે. અને તેમના વચ્ચેની આરંભમાં જણાતી ભિન્નતા લુપ્ત થઈ જાય છે. પરિણામે શુદ્ધાત્માને એક પ્રદેશ, એક સમય અને એક પરમાણુનાં ત્રિકાલિક જ્ઞાનદર્શનની પ્રાપ્તિ થાય છે. એ વખતે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની એકરૂપતા એટલી બળવાન હોય છે કે કોઈ પણ પ્રકારની ભિન્નતાનો અવકાશ રહેતો નથી. જે પ્રવૃત્તિ કરવાથી સમ્યકદર્શન, જ્ઞાન તથા ચારિત્રની વિશુદ્ધિ વધતી જાય છે, અને છેવટે તે ત્રણે એકરૂપ થઈ જાય છે તેવી પ્રવૃત્તિ કરતાં રહેવું એ મોક્ષમાર્ગનું આરાધન છે એમ કહી શકાય. આવી પ્રવૃત્તિ કરવા માટે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ એ ત્રણે ખૂબ ઉપયોગી સાધન છે.
આત્માની શુદ્ધિ કરવા માટે પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણ ઉપયોગી થાય છે તે આપણે જોયું, હવે તે ત્રણે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની શુદ્ધિ કરવામાં કેવી રીતે સહાયકારી થાય છે તે વિચારીએ. પ્રાર્થનાને સમ્યક્દર્શન સાથે, તો ક્ષમાપનાને સમ્યક્જ્ઞાન સાથે અને મંત્રસ્મરણને સમ્યકુચારિત્ર સાથે કેવી રીતે અનુસંધાન તથા સુમેળ થાય છે તે સમજવા પ્રયત્ન કરીએ.
જીવ શ્રી સર્વજ્ઞપ્રભુ અથવા તો શ્રી સદ્ગુરુ સમક્ષ પ્રાર્થના કરે છે ત્યારે તે જીવનું ઈષ્ટદેવ પ્રતિનું શ્રદ્ધાન વિશાળ તથા ઊંડું થતું જાય છે, સાથે સાથે પ્રભુ મારા કરતાં ઘણા શક્તિશાળી છે, મને જે જોઇએ છે તે આપવા સમર્થ છે, અને તેમના થકી જ હું કષ્ટોથી છૂટી, આત્મભાવમાં રહેવા ભાગ્યશાળી બની શકીશ એવી શ્રદ્ધા બળવાન થતી જાય છે. શ્રી સર્વજ્ઞ પ્રભુ તો કેવળજ્ઞાન તથા કેવળદર્શનના ધરનાર હોવાથી, તેમના તરફથી જે કલ્યાણભાવ વહે છે અને તે કલ્યાણના પરમાણુઓ જીવ ગ્રહણ કરે છે, તેના પ્રભાવથી જીવની દર્શન વિશુદ્ધિ થતી જાય છે. પ્રાર્થના દ્વારા જીવ પદાર્થનું દર્શન પોતાની મતિકલ્પનાથી નહિ પણ પ્રભુની દિવ્યદૃષ્ટિના માર્ગદર્શનથી કરતો
૧૯૧