________________
કેવળી પ્રભુનો સાથ
થાય છે, તેથી તેની દૃષ્ટિ પ્રમાણમાં વધારે ને વધારે ચોખ્ખી થતી જાય છે. તેની દૃષ્ટિમાં એ નક્કી થતું જાય છે કે આત્મા એ જગતના સર્વ પદાર્થોથી અલગ છે, હું આત્મા છું, અને અન્ય કોઈ પણ પદાર્થો મારાં નથી. માત્ર આત્મા એક જ મારો છે, તેની વિશુદ્ધિ એ મારું સ્વરૂપ છે. પ્રાર્થનાથી થતાં પ્રભઆશ્રયને કારણે આ જાતની સમ્યદૃષ્ટિ કેળવાય છે. અને પ્રભુ તથા સગુરુ એ જ સાચા કલ્યાણદાતા છે તેવો નિર્ણય તેના હ્રદયમાં રમતો હોવાથી તેઓ બંનેના સદ્ભાવના કારણે જીવ પોતાને સર્વ અન્ય પદાર્થોથી અલગ નિહાળતા શીખતો જાય છે. આમ શ્રી પ્રભુ પ્રત્યેના પ્રેમભાવથી, તેનામાં શ્રદ્ધા કેળવી તથા અર્પણભાવ વધારીને જીવ પોતાની દૃષ્ટિ સમ્યપણે સ્વચ્છ કરતો જાય છે, જે દર્શનની વિશુદ્ધિ કહી શકાય. આ રીતે વર્તતાં વર્તતાં જીવ છેક પૂર્ણ શુદ્ધ થાય ત્યાં સુધી સમ્યક્દર્શનનું આરાધન કરી કેવળજ્ઞાનમાં દર્શનને વિલિન કરે છે. પ્રાર્થના કરતાં રહેવાથી કર્મનો સંવર થયા કરે છે, સંવર થતાં જીવ પરનો કર્મભાર હળવો થતો જાય છે, અને આત્મવિશુદ્ધિ સાથે દર્શનવિશુદ્ધિ કદમ મિલાવી જીવને શિવ થવા પ્રતિ દોરી જાય છે.
દર્શનવિશુદ્ધિથી કર્મભાર હળવો થતાં, જે સમ્યક્દષ્ટિ ખીલી છે તેના કારણે જીવને પોતે કરેલી ભૂલો યથાર્થતાએ સમજાતી જાય છે. આ ભૂલોના કારણે પોતાને ઘણાં ઘણાં દુ:ખમાંથી અને કષ્ટમાંથી પસાર થવું પડ્યું છે તેવી સમજણ લાધતાં તેણે કરેલી ભૂલો માટે અંતરમાં પશ્ચાત્તાપ વેદાય છે. અને તે વેદનનું જોર વધે ત્યારે તે શ્રી સર્વજ્ઞ પ્રભુની સાક્ષીએ પૂર્વકૃત સર્વ દુષ્કત માટે પશ્ચાત્તાપ કરી ક્ષમા માગે છે, સાથે સાથે આ દુષ્કતથી જે જે જીવોને દૂભવ્યા હોય તેમની પણ ક્ષમા માગી, તેમનું કલ્યાણ થાય, દુઃખનિવૃત્તિ થાય એવી ભાવના ભાવતો થાય છે. આ રીતે પોતે પૂર્વે કરેલાં સર્વ પાપો ક્ષય ન થાય ત્યાં સુધી ક્ષમા માગતા જ રહેવું એમ તેને જણાય છે. ઇચ્છાપૂર્વક પશ્ચાત્તાપ સાથે કરેલા દુષ્કૃતની સર્વ જીવ સાથે ક્ષમાપના કરવાથી ઉદયગત કર્મોની નિર્જરા કરવા સાથે તે જીવ ભાવિમાં ઉદયમાં આવે તેવા કર્મોની ઉણા કરી તેની પણ પ્રદેશોદયથી નિર્જરા કરી શકે છે. આમ બેવડી રીતે કર્મ નિર્જરા કરવાથી આત્મવિશુદ્ધિ સહેલાઈથી વર્ધમાન થાય છે; અને સાથે સાથે
૧૯૨