________________
મંત્રસ્મરણ
શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની કૃપાથી શ્રી સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે. તેનો લાભ લઈ જીવ અવિરતપણે વિકાસ સાધી શકે છે. આમ કોઈ વિશિષ્ટ મંત્ર લેવાની જરૂરિયાત હોય ત્યારે તે અપ્રાપ્તિના પ્રસંગમાં નમસ્કાર મહામંત્ર તે ખામી દૂર કરી જીવને પરમપદ સુધી પહોંચાડે છે.
અહીં કરેલાં વિવરણ પરથી સમજી શકાય છે કે મંત્રસ્મરણ એ કર્મક્ષય માટે અતિ બળવાન સાધન છે. જો યોગ્ય રીતે આ મંત્રસ્મરણ કરવામાં આવે તો તે જલદીથી શુભ ફળ આપનાર બને છે.
મંત્રસ્મરણની વિધિ પોતાના સદ્ગુરુ અથવા શ્રી અરિહંત પ્રભુના ચિત્રપટ સમક્ષ વિનયભાવે વંદન કરી શાંત ચિત્તથી બેસવું. એ સમયે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવાનો બોજ મન પર ન હોય તે ખાસ જોવું કારણ કે જો તેવો બોજો હોય તો જીવથી સ્મરણમાં એકાગ્રતા કેળવી શકાતી નથી, ચિત્ત એ બાજુ ખેંચાઈ જાય છે અને વિવિધ વિચારણા કરવામાં તે સરી પડે છે. તે મંત્રસ્મરણના લાભને લુપ્ત કરી નાખે છે. શાંત થઈને બેઠા પછી પોતાને જે આત્મશુદ્ધિ તથા આત્મશાંતિ જોઈએ છે તેની પ્રાપ્તિ માટે તથા તેમાં વિઘ્ન કરનારાં કર્મોની નિવૃત્તિ અર્થે થોડીવાર પ્રાર્થના કરવી. તે પછી વિશુદ્ધિ અટકાવનારા તથા શાંતિભંગ કરનારા જે જે કર્મો પૂર્વે બાંધ્યા હોય તેની પશ્ચાત્તાપપૂર્વક શ્રી પ્રભુની સાક્ષીએ ક્ષમા માગવી. આમ કરવાથી જીવ હળવાશ અનુભવે છે અને અન્ય વિચારોથી અલિપ્ત થવા પાત્રતા કેળવે છે.
પૂર્વભૂમિકા તૈયાર કર્યા પછી, પ્રભુ કૃપા કરવાના જ છે, તેમના તરફથી બળ મળવાનું જ છે તેવી શ્રદ્ધા આત્મામાં કેળવી મંત્રનું રટણ પંદર વીસ મિનિટ સુધી કરવું. તે દરમ્યાન અન્ય કોઈ વિચારમાં સરી ન પડાય તેની કાળજી કરવી. કદાચિત્ અન્ય વિચારમાં ચાલી જવાય તો તરત જ તેનાથી છૂટી મૂળ મંત્ર સાથે અનુસંધાન કરી લેવું. આમ કરવાથી આત્મામાં શાંતિ અનુભવાય છે અને મંત્ર સાથે એકાકાર બની જવાય છે. આવી સ્થિતિ થોડા દિવસ રહે, તે પછીથી જીવને એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે કે
૧૮૭