________________
કેવળી પ્રભુનો સાથ
શુભભાવથી શુદ્ધાત્મા તથા શુદ્ધ થતા આત્માઓને તેમના ગુણોની સ્મૃતિ સાથે સવિનય વંદન થાય એટલા કાળ માટે મંત્રરટણ કરનાર અશુભભાવ તથા અશુભ પ્રવૃત્તિથી છૂટી જાય છે. તેથી તે સમયમાં નવાં કર્મબંધ તેને ઘણા ઓછા થાય છે. સાથે સાથે એ સમયે જે જે અશુભ કર્મના ઉદયો આવે છે તે સહેલાઈથી ક્ષય થઈ જાય છે, અને બીજાં પણ ઘણાં અશુભ કર્મો આ મંત્રારાધનથી ટળી જાય છે. તેથી મંત્રરટણ એ સર્વ પ્રકારનાં પાપનો નાશ કરનાર થાય છે તે સ્પષ્ટ થાય છે. વળી મંત્ર રટતી વખતે તે મંત્રદાતા કે શુદ્ધાત્મા સાથે તેનું અનુસંધાન થાય છે, અને તેમના આશીર્વાદનું સાંધણ થવાથી અંતરંગમાં શુભ ભાવો પ્રગટે છે, જે મંત્રરટનાર માટે કલ્યાણકારી નીવડે છે. સામાન્ય રીતે જીવ પોતાની રીતે શુભભાવમાં સ્થિર રહી શકતો નથી, પરંતુ જ્યારે તે મંત્ર દ્વારા તેના પ્રણેતા સાથે અનુસંધાન પામે છે ત્યારે તે સત્પરુષના પ્રભાવથી તે મંત્રની સહાયથી લાંબા ગાળા સુધી શુભભાવમાં ટકી શકે છે. આત્માર્થે સેવેલા આ શુભભાવો મંગલમય નીવડે તે સમજાય તેમ છે. વળી જેમ જેમ આરાધન વધતું જાય તેમ તેમ જીવની સિદ્ધિ વધતી જાય છે, તે એટલે સુધી કે જીવાત્મા પરમાત્મા બની જાય છે. આ પ્રકારનું કલ્યાણ એ સૌથી ઉત્તમ કલ્યાણ છે એ નિર્વિવાદ છે. તેથી છેલ્લા પદમાં ‘પઢમં હવે મંત્તિ' દ્વારા આ કલ્યાણ દર્શાવી આપ્યું છે. આ ચારે પદથી જીવને પહેલા પાંચ પદના રટણની ફલશ્રુતિ શું થાય છે તેનું ભાન આવે છે અને એ જીવ ઉત્સાહિત બની આરાધન કરવા પ્રવૃત્ત થાય છે. જો શ્રી પ્રભુએ આ નમસ્કાર મંત્રની ફલશ્રુતિ જણાવી ન હોત તો જનસામાન્યને એનો લક્ષ ન થાત, આ મંત્રનું આકર્ષણ ન થાત અને આરાધન મંદ થાત. કદાચિત્ આ અનાદિસિદ્ધ મંત્ર લુપ્તપ્રાયઃ બની જાત. તેમાં જણાવેલી ફલશ્રુતિને કારણે જુદા જુદા હેતુએ તે મંત્રનું આરાધન થતું રહ્યું છે. અને તેના ઉત્તમ ફળને અનેકાનેક જીવોએ અનુભવ્યું છે. એ દ્વારા તેમાં સપુરુષો તરફથી પ્રાણ પૂરાતો રહ્યો છે. જે લશ્રુતિ આ મહામંત્ર માટે જણાવવામાં આવી છે, તે જ લશ્રુતિ સપુરુષ દત્ત મંત્રારાધન કરવામાં પણ મળે છે તે ભૂલવા યોગ્ય નથી.
નમસ્કાર મંત્ર કરતાં કરતાં જ્યારે કોઈ વિશિષ્ટ કર્મ જીવને વિકાસમાં અંતરાયરૂપ નીવડે છે ત્યારે તે કર્મને નિવૃત્ત કરવામાં સહાયરૂપ થાય તેવો બળવાન મંત્ર
૧૮૬