________________
અને ઉપકાર કરનાર સર્વ જીવ કોઈ ને કોઈ પદમાં સહેજે સમાવેશ પામે છે. આ દૃષ્ટિથી નમસ્કાર મહામંત્રને વિચારીએ તો જણાય છે કે આ મંત્રનું રટણ કરવાથી જગતના તમામે તમામ ઉત્તમ આત્માર્થીઓનું રટણ થાય છે અને તેમને વિનયભાવથી વંદન કરવા દ્વારા તેમના આશીર્વાદ ગ્રહણ થાય છે. આ પાંચ પરમેષ્ટિ ભગવંતના ગુણોનો સરવાળો કરીએ તો તે એકસો આઠ થાય છે, (૧૨+૮+૩૬+૨૫+૨૭=૧૦૮). તેમાં આત્માના અનંતે અનંત ગુણો કોઈ ને કોઈ રૂપે સમાય છે. આ કારણે, મંત્રસ્મરણ દ્વા૨ા એ ગુણોનો વિકાસ કરવા માટે તેઓનો અનુગ્રહ અને કૃપા પ્રાપ્ત થાય છે. તેથી નમસ્કાર મંત્ર પરમ ઉપકારક છે.
પંચપરમેષ્ટિ ભગવંતના ગુણોનો લક્ષ કરવાથી આત્માના અનંત ગુણોનું આરાધન થાય છે, જીવમાં માર્ગનું જાણપણું ક્રમે ક્રમે આવતું જાય છે. આ આરાધનના ફળરૂપે પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ મેળવી, તેમના અનુગ્રહે સિદ્ધાવસ્થા સુધીનો વિકાસ તે જીવ કરી લે છે. આ પ્રકારે વિચારતાં જગતના સર્વ શ્રેષ્ઠ સત્પુરુષો અને તેમના ગુણોનો સમાવેશ આ મહામંત્રમાં જોઈ શકાય છે. પરિણામે જગતના સર્વ મંત્રો – જે અમુક ગુણ કે અમુક સ્થિતિને અનુલક્ષીને રચાયા હોય છે તે સર્વ આ મહામંત્રમાં સમાઈ જાય છે તેમ કહી શકાય. બીજી રીતે કહીએ તો કહી શકાય કે આ મહામંત્રમાં વર્ણવાયેલા પાંચે ઈષ્ટદેવતાને ભાવપૂર્વક વંદન કરવાથી જગતના તમામ આત્માર્થી જીવોને વંદન થઈ જાય છે, અને એના ઈષ્ટ ફળ તરીકે તેમના સાક્ષાત્ ગુણો જીવમાં ગૂંથાઈ જાય છે.
મંત્રસ્મરણ
આવા મહામંત્રનો મહિમા અદ્ભુત હોય તે સાવ સ્વાભાવિક છે. તેનો મહિમા પછીના ચાર પદમાં વર્ણવાયો છે. “સો પંવ નમુક્કારો' આ પાંચ નમન, 'सव्व पाव पणासणो' સર્વ પાપનો નાશ કરનાર છે, મંાતાળું ચ સવ્વેસિ' · બધામાં મંગલરૂપ છે, ‘પઢમં હવદ્ મંત્રં' – સૌ પ્રથમ મંગલરૂપ છે. શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતને યથાયોગ્ય ભાવથી વિનમ્રતાએ વારંવાર વંદન કરવાથી ક્યા
—
—
૧૮૫
ફળની પ્રાપ્તિ થાય છે તે આ ચાર પદમાં બતાવી જીવને કલ્યાણસન્મુખ થવા ઉદ્બોધન કર્યું છે.